વર્લ્ડ વોટર ડે : આવો આજે સંકલ્પ લઇએ ,પાણીનું મહત્વ સમજીએ અને પાણી બચાવીએ

પાણી વગર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલા માટે જ  વિશ્વભરમાં લોકો જળનું મહત્વ સમજાવવા  અને લોકોને સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવવા  22 માર્ચે દુનિયાભરમાં વર્લ્ડ વોટર ડે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, પાણીનું મહત્વ સમજાવવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં દિવસે દિવસે પાણીની સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.

વર્લ્ડ વોટર ડે મનાવવાની શરૂઆત 1993માં 22 માર્ચના રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીથી  થઇ. વર્લ્ડ વોટર ડેવલોમન્ટ કમિટી, યુનેસ્કોની વર્લ્ડ વોટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ કમિટીના સંયુક્ત ઉપક્રમે પાણી વિષયક નીતિઓ ઘડે છે તે અનુસાર વોટર ડે માટેની થીમ નક્કી થાય છે.

આ વર્ષની થીમ- ‘ભૂગર્ભજળ: મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ’ જે IGRAC એટલે કે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડવોટર રિસોર્સ એસેસમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવી છે.

આ દિવસે વિશ્વમાં પાણીની વિવિધ સમસ્યાઓ અંગે વિશ્વમાં અનેક જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેમજ લોકોમાં પાણીનું માનવ જીવનમાં શું મૂલ્ય છે તેને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.