ભરૂચની આનંદ નિકેતન સ્કૂલ ખાતે વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી કરાશે

૮ જૂન વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચ આનંદ નિકેતન કેમ્પસ ભરૂચ, વન વિભાગ, રોટરી ક્લબ, સી- સ્કેપ્સ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમીકલના ઉપક્રમે શનિવારે ૧૧ જૂનના રોજ પર્યાવરણ બચાવો, સમુદ્ર બચાવોના શ્રેષ્ઠ વિચાર તેમજ વિશ્વના સારા ભવિષ્યના નિર્માણ હેતુ અનંદ નિકેતન શાળા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ સિવાય કાર્યક્રમમાં પેપર ફોલ્ડીંગ કલા, રંગોળી, ટેટૂ, પોસ્ટર્સ, રમતો, સેલ્ફી કોર્નર, સ્લોગન, સ્લાઇડ શો જેવા આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્કના ૩૦ ફૂટના એર બલૂન થકી શાળા પરિવાર તરફથી મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આનંદ નિકેતન, ભરૂચ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા અને મહાસાગર પ્રત્યેની પોતાની રૂચિ વિવિધ પ્રવૃતિઓ થકી લોકોની સમક્ષ રજૂ કરશે. જેમાં શિક્ષણ અને કલાનો સમન્વય જોવા મળશે. કાર્યક્રમમાં વિધાનસભા ઉપદંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ખાસ ઉપસ્થિતી રહેશે.