અંકલેશ્વરના માટીએડના ગ્રામજનોએ કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી, જીપીસીબી ટીમે તપાસ હાથ ધરી

અંકલેશ્વર: અંકલેશ્વર માટીએડ ગામની સીમમાં પર્યાવરણને નુક્શાન પહોંચાડવાના પ્રયાસને ગ્રામજનોએ નિષ્ફળ બનાવી દીધાની ઘટના સામે આવી છે. માટીએડ ગામની સીમમાં કેમિક સોલિડ વેસ્ટ ભરેલો ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સોલિડ વેસ્ટના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં કંપનીનો કેમિકલ યુક્ત સોલિડ વેસ્ટ તેમજ પ્રદુષિત પાણીના ડ્રમ ભરીને અવાવરું જગ્યામાં નિકાલ કરવાની પેરવીને ગ્રામજનોએ નાકામ બનાવી દીધી હતી.  ગ્રામજનોએ ટ્રકને ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરી હતી. જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રકની તપાસ કરતા મોટા પ્રમાણમાં સોલિડ વેસ્ટ અને પ્રદુષિત પાણી ભરેલું હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ એફએસએલની ટીમ આવી પહોંચી હતી. જીપીસીબી દ્વારા સેમ્પલો લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમ પર્યાવરણને પ્રદૂષિત કરવાનું આ કૌભાંડ માટીએડ ગામના ગ્રામજનોની સતર્કતાના કારણે બહાર આવાવા પામ્યું હતુ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news