પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ

વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ: પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા


વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે


નિકાસ કરવામાં ગુજરાતનો ફાળો 33% છે અને ઉત્પાદન કરવામાં 18% છે


20 વર્ષથી સૌથી વધુ રોજગારી ગુજરાત સરકારે આપી છે


આગામી સમયમાં પાટણ જિલ્લામાં ત્રણ થી વધુ જીઆઇડીસીનું નિર્માણ થશે જેના કારણે રોજગારીમાં વધારો થશે


સ્ટાર્ટ અપ કરો, ગુજરાતના વિકાસમાં યોગદાન આપો: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત


પાટણ: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ હતી. જેમાં પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. જેના કારણે 285થી વધું વ્યક્તિઓને રોજગારી મળશે.

સમિટમાં વાજપાઈ બેન્કેબલ યોજના, MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય, પોલિમર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોનસહાયના ચેકો મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન,  સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટ ની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવો જોઈએ. વર્ષ 2003માં જે પ્રયોગ કર્યો હતો તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી જ આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત આજે 33% જેટલી નિકાસ કરી રહ્યુ છે.ગુજરાત 18% જેટલું ઉત્પાદન કરે છે. આજે 8.4 % GDP સાથે ગુજરાત અગ્રેસર છે. છેલ્લાં 20 વર્ષથી સૌથી વધું રોજગારી ગુજરાત રાજય આપી રહ્યુ છે. મંત્રી બળવંતસિંહ રાજપુતે સંબોધનમાં વિશ્વકર્મા યોજનાની થકી મળતાં લાભની વાત કરી હતી. ભારત આજે મજબૂત મહાસત્તા બનીને આગળ વધી રહ્યો છે. આવનાર સમયમાં વર્ષ 2047 સુધી છેવાડાનાં માનવી સુધી તમામ યોજનાઓ પહોંચે તે દિશામાં કાર્ય કરવામાં આવ્યું છે. ખેડૂતો, શ્રમિકો સર્વેનો વિકાસ થાય તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે. ‘વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ પહેલથી અનેક નાના ઉદ્યોગકારો રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ દ્વારા જોડાઈ રાજ્ય – જિલ્લામાં નવી રોજગારીનું સર્જન કરવામાં યોગદાન આપી રહ્યા છે.

લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ પણ વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની આ પહેલને બિરદાવી હતી. તદઉપરાંત રાધનપુર મતવિસ્તાર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતુ કે, આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણને બળવંતસિંહ જેવા ઉદ્યોગમંત્રી મળ્યા છે. જેઓ પાટણને પણ અન્ય જિલ્લાઓની માફક વિકાસની હરોળમાં લાવવા માટેનું કાર્ય કરી રહ્યા છે.જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયને પણ આ પહેલને બિરદાવતા સંબોધન કર્યું હતુ. તેઓએ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિકાસ કરવામાં લોકોએ કઈ રીતે સહભાગી બની શકાય તે વિષય પર વાતચીત કરી હતી.

આજની ઈવેન્ટમાં અણહિલ પેરેન્ટરલ્સ લિ.મિ. પાટણ, ગાયત્રી પેકેજીંગ રાધનપુર, જય જગન્નાથ સોલ્ટ ઈન્ડસટ્રીઝ પ્રા.લિ.સાંતલપુર, વૈષ્ણોદેવી એગ્રો રીસોર્સીસ પ્રા.લિરાધનપુર, ALICID PRIVATE LIMITED ચાણસ્મા, સેફ્રોન પેટ એન્ડડ પ્લાસ્ટીક પ્રોડક્ડ સિદ્ધપુર, સ્પ્રેક્ટમ મેડટેક, વગેરે જેવા કુલ 100 કરોડના MOU સાઈન કરવામાં આવ્યા છે. જેના થકી 285 થી વધુ વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થશે.

વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ પાટણ અંતર્ગત નાબાર્ડના રાકેશભાઈ શર્મા દ્વારા માર્ગદર્શન, જયપ્રકાશ ગોયલ દ્વારા FIEO એક્ષપોર્ટ અંગે, LDM શ્રી કે.પી.ગહેલોત દ્વારા ક્રેડિટ લીંક અંગેનું માર્ગદર્શન, GEM અંતર્ગત નિલેષભાઈ પંચાલ દ્વારા GEM બિઝનેસ ફેસીલીટેટર અંગે, EDI હસ્તકલા એનઆઈએફટી એક્સપર્ટ સ્પીકર એસ ડિઝાઇનર અભીનાશ નાયક, વિમલ પરાડવા ઇનકયુબેશન મેનેજર સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર ગણપત યુનિવર્સિટી ખેરવા, ડૉ. ધર્મેન્દ્ર ઠાકર એચએનજીયુ પાટણ, બાગાયત નિયામક શ્રી એમ.બી ગાલવાડીયા બાગાયતી પાકો અને તેના મૂલ્ય વર્ધનની શક્યતાઓ, GPCB/GIDC ની યોજનાકીય સ્કીમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ના ભાગરૂપે દરેક જિલ્લામાં તા.૨ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રી બળવંત સિંહ રાજપુર ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, રાધનપુર મતવિસ્તાર ધારસભ્ય લવિંગજી ઠાકોર, આગેવાનો, જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા ઉદ્યોગ કેંદ્ર, પાટણના જનરલ મેનેજર, મિહિરભાઈ એન મકવાણા તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news