વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ ચૂંટણી પરિણામઃ યુનાઈટેડ વટવા પેનલનો ઝળહળતો વિજય, 16 ઉમેદવારોનો વિજય
અમદાવાદઃ આજરોજ તારીખ 04.09.2025, ગુરૂવારના રોજ ધી ગ્રીન એન્વાર્યોમેન્ટ સર્વિર્સસ કો. ઓ. સોસાયટી લીમીટેડની 18 બોર્ડ ઓફ ડારેકટર માટે ચૂટણી યોજવામાાં આવેલ હતી. જેમાાં સોસાયટીના કુલ 430 મતદાતાઓ દ્વારા મતદાન કરવામાાં આવેલ હતું, અને જેમાાંથી 409 વોટ માન્ય ગણવામાાં આવેલ હતા. દરેક સભ્ય દીઠ કુલ 18 મત આપવા જરૂરી હતા.
વટવાના ઉદ્યોગકારોએ કાકાની વિચારધારા ધરાવતી યુનાઈટેડ વટવા પેનલના 16 ઉમેદવારો ચૂંટ્યા છે. ચૂંટાયેલા કુલ 18 ઉમેદવારમાાંથી સૌથી વધુ વોટ મેળવવાના ક્રમમા પહેલા 15 ઉમેદવાર યુનાઈટેડ વટવા પેનલના રહ્યા છે.

યુનાઇટેડ વટવા પેનલ વિજયી બનતા અંકિત શંકરભાઈ પટેલે યુનાઈટેડ વટવા પેનલ વતી સર્વે ઉધોગકારોનો જાહેર આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે,આ વિજય દર્શાવે છે કે બિપીનકાકા અને સ્વ.. શંકરકાકાની વિચારધારાની જીત છે અને યુનાઈટેડ વટવા પેનલ, કાકાઓના નિતીથી કરેલા કાર્યોને, ધગશથી આગળ વધારવા કટીબદ્ધ છે. યુનાઈટેડ વટવા પેનલ આ જીતને બન્ને કાકા બિપીનકાકા અને સ્વ.. શંકરકાકાને સમર્પિત કરે છે.
અંકિત પટેલે વટવાના તમામ ઉદ્યોગકારોને વ્યક્તિગત રીતે આભાર વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું, યુનાઈટેડ વટવા પેનલને 295 વેલિડ વોટ મળ્યા તેના કારણે આ 18 સીટની ચૂંટણીમાંથી અમારી પેનલની 16 સીટ પર અમે ઝળહળતો વિજય મેળવ્યો છે. તેમાં પણ ખાસ કરીને પ્રથમ 15 સભ્યો અમારી યુનાઈટેડ વટવા પેનલના છે. બન્ને કાકાઓની વિચારધારાઓને 2005, 2015 અને હવે ફરી એક વાર 2025માં વિજય અપાવી ઉદ્યોગકારોએ અમારી ઉપર ભરોસો દાખવ્યો છે, તેને અમે અતૂટ રાખીશું અને અમે ખાતરી આપીએ છીએ કે કાકાઓની ટર્મ સમયે વટવા એકદામ નિશ્ચિંત રહીને ચાલતું હતુ તેમ હવે ફરીથી ચાલતું થઈ જશે.

યુનાઈટેડ વટવા પેનલમાં બેલેટ નં.26ના ઉમેદવાર પંકજ પી. દઢાણિયાએ તેમની પેનલના ભવ્ય વિજય પર પોતાની લાગણીઓ શેર કરતા જણાવ્યું કે વટવા ગ્રીન સોસાયટીની આગામી પાંચ વર્ષ માટેની ટર્મની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં બિપીનકાકા અને સ્વ.. શંકરકાકાની વિચારધારાની જીત થવા પામી છે. યુનાઈટેડ વટવા પેનલમાં અમારા 16 ઉમેદવારો વિજયી બન્યા છે. વટવાના ઉદ્યોગકારોએ બન્ને કાકાઓના કામ અને તેમની કામ કરવાની પધ્ધતિ , પ્રમાણિકતાને જોઇને ભારે મતદાન કર્યું હતુ. યુનાઈટેડ વટવા પેનલના ઉમેદવારો ભારે માર્જિનથી વિજેતા બન્યા છે.
પંકજ દઢાણિયાએ વધુમાં ઉમેર્યું કે, કાકાની ટીમ અને યુનાઇટેડ વટવા પેનલને વિજેતા બનાવવા બદલ હું વટવાના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરૂં છું. વટવાના ઉદ્યોગકારોએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેને અમે તૂટવા દઇશું નહી. અમે વટવા ગ્રીન સોસાયટીને સંપૂર્ણપણે જીપીસીબી અને સરકારના ધોરણો પ્રમાણે સંચાલિત કરીશું. વટવાના ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગો ચલાવવામાં જે કોઇ પણ પ્રશ્નો ઉદભવતા હશે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપીએ છીએ.

યુનાઇટેડ વટવા પેનલે ઝળહળતો વિજય મેળવતા બેલેટ નંબર 9ના વિજયી ભૂપેન્દ્રભાઈ સી. પટેલે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે અમારી પેનલને વિજયી બનાવવા બદલ હું વટવા ગ્રીનના તમામ સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરૂં છું. અમારી પેનલમાંથી ચૂંટણી લડેલા તમામ 18 ઉમેદવારોને સાથે રાખીને આ ટર્મમાં અમે કામ કરીશું.
વટવાના જટિલ પ્રશ્નો વિશે જણાવતા ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, સૌથી પહેલા 22 એમએલડીમાંથી 35 એમએલડીની મંજૂરી લાવી નાના ઉદ્યોગકારોને કેમ કરી સેપીમાંથી બહાર નીકાળી તેમના ઉદ્યોગોનું વિસ્તરણ થાય તેને સૌપ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. વટવા ગ્રીન સોસાયટી નાના ઉદ્યોગકારોને સાથે રાખી તેમના સાથ-સહકાર સાથે કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે આજે વટવા ગ્રીન સોસાયટીની આગામી 5 વર્ષની ટર્મને લઇને સવારે મતદાન યોજાયું હતુ. આ વખતે વટવા યુનાઈટેડ અને ન્યૂ પ્રગતિ પેનલ અને અપક્ષ ઉમેદવાર કુલ 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાંથી વયવા યુનાઇટેડના 16 ઉમેદવારોનો વિજય થયો છે.










