વટવા ગ્રીન સોસાયટી ચૂંટણીઃ નીડર કાર્યક્ષમ વહીવટ, પારદર્શિતા અને સરળ વહીવટના સંકલ્પ સાથે ન્યૂ પ્રગતિ પેનલે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો
અમદાવાદઃ આગામી ગ્રીન એન્વાર્યમેન્ટ સોસાયટીની ચૂંટણીમાં ન્યૂ પ્રગતિ પેનલના સભ્યો દ્વારા સોસાયટીના સભ્યોના હિતની રક્ષા કરવા માટે તેમનો મત પોતાની પેનલને આપવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, સભ્યોના પ્રશ્નોને સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે તેવી સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે.
આગામી 4 સપ્ટેમ્બરે યોજાવા જઇ રહેલી વટવા ગ્રીનની ચૂંટણીને લઇને ન્યૂ પ્રગતિ પેનલ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોમાં સોસાયટીના દરેક સભ્યોને શાંતિથી સાંભળવામાં આવશે, તેમના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે સહિત સોસાયટીના પડતર પ્રશ્નો જેવા કે પાણીનું સંપૂર્ણ વિતરણ સરખી રીતે કરવામાં આવશે અને બધાને તેમની ક્ષમતા પ્રમાણે બૂકિંગ આપવામાં આવશે. આ માટે જરૂરી સમ્પ રૂમ ઉભા કરવા પડશે તો તે પણ ઉભા કરીશું. નાના ઉધોગકારો જેમનો ડિસ્ચાર્જ 25,000 લિટરથી ઓછો હશે તેમને ઈનલેટ નોર્મ્સમાં વધુ સીઓડીનું પાણી લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી નાના ઉધોગકારોને ફાયદો થાય અને તેમનું ઉત્પાદન વધારી શકાય. સોસાયટીના બિલિંગમાં ખર્ચ ઉપર નિયંત્રણ લાવી આપના બિલિંગમાં રાહત આપવામાં આવશે. સોસાયટીના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રશ્નોનું જલદીથી જલદી નિરાકરણ લાવવાના બધાજ પ્રયત્નો કરવામાં આવશે અને CEPI, 35 એમએલડી ડિસ્ચાર્જ પરમિશન અને સબસિડી વિગેરે પ્રશ્નોનો યુદ્ધના ધોરણે ઉકેલ લાવવામાં આવશે. સ્પ્રે ડ્રાયરની ક્ષમતા વધારી ઓછા દરે સભ્યોને સુવિધા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ટેક્સટાઇલ યુનિટ્સ માટે એક અલગ કમિટી બનાવવામાં આવશે અને તેમના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલવામાં આવશે એની ખાતરી આપીએ છીએ. એક ટાસ્ક ફોર્સ ટીમ ઊભી કરવામાં આવશે જે આગ લાગે કે ગેસ ગળતરના પ્રશ્ન હલ કરવા તત્પર રહેશે અને સભ્યો ને સંપૂર્ણ સાથ અને સહકાર આપશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કોમન બોયલરની તથા સોલાર પેનલ્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે જેથી સભ્યોને તેનો ફાયદો મળી શકે તેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આગામી ટર્મ માટેની વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી માટે મતદાન 4 સપ્ટેમ્બર, 2025ના રોજ થશે. આ વર્ષે ન્યૂ પ્રગતિ પેનલના 18 ઉમેદવારો સહિત કુલ 37 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
મેઘમણી ડાઇઝના આનંદ પટેલના નેતૃત્વમાં વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી લડી રહેલા ન્યૂ પ્રગતિ પેનલના ઉમેદવારોની યાદી..
- અમન જૈન – બેલેટ નં- 1
- અમિત પટેલ – બેલેટ નં-2
- આનંદ પટેલ – બેલેટ નં- 3
- અનિલ ગુપ્તા – બેલેટ નં- 5
- ભાવેશ પટેલ – બેલેટ નં- 8
- ચંદ્રશેખર ત્રિવેદી – બેલેટ નં- 11
- દિનેશચંદ્ર શાહ – બેલેટ નં- 13
- જયેશ પટેલ – બેલેટ નં- 16
- કમલેશ માધાણી – બેલેટ નં- 18
- કરસનભાઈ પટેલ – બેલેટ નં- 19
- કિશોર પટોલિયા – બેલેટ નં- 21
- નરેશ કોઠારી – બેલેટ નં- 23
- નિલેશ દામાણી – બેલેટ નં- 24
- નિરવ દેસાઈ – બેલેટ નં- 25
- રાકેશ પટેલ – બેલેટ નં- 29
- તપન પંડ્યા – બેલેટ નં- 33
- વિનય પટેલ – બેલેટ નં- 36
- યોગેશ પરીખ – બેલેટ નં-37










