યુનાઇટેડ વટવા પેનલે પારદર્શક વહીવટ સાથેના મેનીફેસ્ટો સાથે વટવા ગ્રીનની ચૂંટણીમાં ઝંપલાવ્યું

યુનાઇટેડ વટવા પેનલ અને ન્યૂ પ્રગતિ પેનલના 18-18 અને એક અપક્ષ ઉમેદવાર એમ કુલ મળી 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

અમદાવાદઃ વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો.ઓ. સોસાયટીની આગામી ટર્મ માટેની ચૂંટણી માટેનું મતદાન આગામી 4 સપ્ટેમ્બરના રોજ યોજાશે. સામાન્ય રીતે રમરસ રહેતી વટવા ગ્રીનની ચૂંટણીમાં આ વર્ષે યુનાઇટેડ વટવા પેનલ અને ન્યૂ પ્રગતિ પેનલના 18-18 અને એક અપક્ષ ઉમેદવાર એમ કુલ મળી 37 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. મતદાનના દિવસને હવે ગણતરીના દિવસો બાકી હોઇ હાલતો બન્ને પેનલો પોતાના મેનીફેસ્ટો થકી સંસ્થાના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે.    

વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણીને લઇને પોતાની પેનલની પ્રતિબદ્ધતા વિશે યુનાઈટેડ વટવા પેનલના અંકિત પટેલે જણાવ્યું, “ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસીસ કો.ઓ. સોસાયટીની આગામી ટર્મ માટેની જાહેરાત થઇ ગઈ છે. આ ચૂંટણીમાં અમે બિપીન કાકા અને સ્વ. શંકર કાકાની વિચારધારા સાથે યુનાઇટેડ વટવા પેનલ અંતર્ગત 18 ઉમેદવારો સાથે આ ચૂંટણી લડી રહ્યાં છીએ. આ ચૂંટણીને લઇને અમે સ્પષ્ટ ઇરાદાઓ ધરાવીએ છીએ, જેમાં ખાસ કરીને પારદર્શિતા સાથેનું મેનેજમેન્ટ અમારા માટે અગ્રીમતા ધરાવે છે. વધુને વધુ સભ્યો મેનેજમેન્ટમાં જોડાય અને તેમના થકી નવીનતાને સંસ્થામાં લાવી સંસ્થાને વિકાસ નવા પાયદાન પર લઇ જઇ શકાય તે માટે અમે દ્રઢતા ધરાવીએ છીએ.

આ તકે સ્વ. શંકરકાકા અને બિપીનકાકાના નેતૃત્વને યાદ કરી અંકિત પટેલે વધુમાં જણાવ્યું, “સંસ્થાના સભ્યો સ્વ. શંકરકાકા અને બિપીનકાકાના પારદર્શક નેતૃત્વના ગાળાને યાદ કરી રહ્યાં છે. આ માટે અમે પારદર્શક વહીવટ સાથેના મેનીફેસ્ટો સાથે વટવા ગ્રીનની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યાં છે. અમે સંસ્થાના સભ્યોને આશ્વત કરી રહ્યાં છીએ કે બિપીનકાકા અને સ્વ. શંકરકાકાએ વર્ષોથી વટવાના નાનાથી લઇને મોટા ઉદ્યોગો માટે મહેનત કરી, વટવાની એક્તા અને અખંડિતતા જાળવી રાખી હતી, તે જ રીતે યુનાઈટેડ વટવા પેનલ તેમની વિચારધારાને આગળ વધારશે.

યુનાઇટેડ વટવા પેનલ પારદર્શી વહીવટ અંતર્ગત રોજીંદા વહીવટ માટે બને તેટલા વધારે બોર્ડ મેમ્બર્સને  સમાવી લેવા તેમજ જુદી જુદી કમિટીઓની રચના કરી સભ્યોની કુશળતાનો ઉપયોગ કરી ટીમ વર્કને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. સંસ્થાના સભ્યોની સમસ્યાઓની સમજી અને તેનું નિરાકરણ લાવવા તેમની સાથે સમયાંતરે મિટિંગ યોજી અને એથિકલ કોડ ઓફ કન્ડક્ટ સ્થાપિત કરી મેનેજમેન્ટ અમે સ્ટાફની જવાબદેહી સાથપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત સભ્યોના સહયોગ સાથે બિલિંગ પલિસી સુધારણા, નાના મોટા દરેક ઉપયોગ માટે સમાન નિતી અપનાવવી, બુકિંગ પોલિસીમાં સુધારણા અને ડિફોલ્ટ માટે કરાતી દંડાત્મક કાર્યવાહીમાં ધરખમ ફેરફારમાં નીતિગત બદલાવ યુનાઇટેડ વટવા પેનલની અગ્રીમતા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં માળખાગત સુધારણાને લઇને યુનાઇટેડ વટવા પેનલ હાલની ટ્રીટમેન્ટ ફેસિલિટીમાં સુધારણા કરી ડિસ્ચાર્જ-નોર્મ લાવવાની સાથેસાથે ખર્ચ ઘટાડવા, સીઈટીપી તેમજ સ્પ્રે-ડ્રાયરમાં લેવાતા એફલ્યુએન્ટના બંધનોમાં ફેરફાર કરી સભ્યોની બીજી સંસ્થા પર નિર્ભરતા ઘટાડવી, અત્યારની આઇસીએસને અપગ્રેડ કરી અને વધારાનો ફ્લો સ્વીકારી શકાય તેવી વ્યવસ્થા કરવી તેમજ પ્લાસ્ટિક અને સોલીડવેસ્ટના નિકાલ માટે સભ્યોને પડતી સમસ્યાઓ માટે સામૂહિત પ્રયત્નો કરવાને લઇને પોતાના ભૂમિકાને લઇને સ્પષ્ટ છે.

આ ઉપરાંત, સીઇપીઆઈમાંથી બહાર આવવું, પડતર ગ્રાન્ટને ઝડપથી લાવવી અને 35 એમએલડી સુધી વિસ્તારવા જેવા પડતર પ્રશ્નો સરકારના વિવિધ વિભાગો સાથે વાટાઘાટો અને ફોલોઅપ વધારી, ઉદ્યોગોના જૂના વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ કરવા માટે યુનાઇટેડ વટવા પેનલ કટિબદ્ધ છે.

અંકિત પટેલના નેજા હેઠળ વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી લડી રહેલા 18 ઉમેદવારોની યાદી…

  • અંકિત એસ. પટેલ – બેલેટ નં- 6
  • અરિશ કે. પટેલ – બેલેટ નં- 7
  • ભૂપેન્દ્રભાઈ સી. પટેલ – બેલેટ નં- 9
  • બ્રિજેશ જે. અગ્રવાલ – બેલેટ નં- 10
  • ડિમ્પલ વી. પટેલ – બેલેટ નં- 12
  • હસમુખભાઈ ડી. પટેલ – બેલેટ નં- 14
  • હિમંતભાઈ વી. ભૂવા – બેલેટ નં- 15
  • જિગર બી. પટેલ – બેલેટ નં- 17
  • કિરણ એન. પટેલ – બેલેટ નં- 20
  • માધુભાઈ એ. પટેલ – બેલેટ નં- 22
  • પંકજ પી. દઢાણિયા – બેલેટ નં- 26
  • પરિમલ બી. પટેલ – બેલેટ નં- 27
  • રાકેશભાઈ એ. પટેલ – બેલેટ નં- 28
  • શાંગ્રિલ એસ. પટેલ – બેલેટ નં- 30
  • સુધિરભાઈ જે. કડ – બેલેટ નં- 31
  • સુજલ આર. પટેલ – બેલેટ નં- 32
  • તારકભાઈ કે. પટેલ – બેલેટ નં- 34
  • તેજસ પી. મર્ચન્ટ – બેલેટ નં- 35

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news