અમદાવાદના લાંભા ગામના તળાવમાં હજારો માછલીઓના મોત,ઓક્સિજનના અભાવે માછલીઓના મોતનું પ્રાથમિક તારણ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા લાંભા ગામના તળાવમાં ગુરૂવારે હજારોની સંખ્યામાં મૃત અવસ્થામાં માછાલીઓ જોવા મળી હતી.

અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા લાંભા ગામમાં આવેલું તળાવ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. આ તળાવનો લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગુરૂવારે આ તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતા તળાવ મૃત માછલીઓથી ઉભરાઇ ગયું હતુ. પ્રાથમિક દ્રષ્ટિએ માછલીઓ મરી જવા પાછળનું કારણ ઓક્સિજનનો અભાવ માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ મૃત માછલીઓ પાછળ અન્ય કારણોને લઇને પણ આશંકાઓ સેવાઇ રહી છે, ત્યારે આ અંગે અન્ય કોઇ કારણો છે કે નહીં તે તો તપાસના અંતે બહાર આવશે.