હજુ પણ ૩ દિવસ સુધી હવામાં કોઈ સુધારો થવાની આશા નથી

કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા ૧૦ દિવસમાં ૨.૫ પીએમ પ્રદૂષણમાં પરાલી સળગાવવાનો ભાગ વધીને ૪૮% થઈ ગયો છે. એવામાં તેમણે કેન્દ્રના તે ડેટાના સ્ત્રોત માંગ્યા જેમાં પ્રદૂષણમાં પરાલીનો હિસ્સો માત્ર ૧૦% જ હોવાનું જણાવવામાં આવ્યું છે. ગોપાલ રાયે એમ પણ કહ્યું કે આ સમસ્યાને સંયુક્ત કાર્ય યોજના દ્વારા ઉકેલવામાં આવશે અને દિલ્હી સરકાર મંગળવારે કેન્દ્ર અને NCR રાજ્યોની બેઠકમાં આ મામલો ઉઠાવશે. તેમણે દિલ્હી મેટ્રો અને દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટના કારણે થતા પ્રદૂષણને ઘટાડવાના ઉપાયો પર વાત કરી.

DMRC અને DTC બે દિવસમાં પ્લાન તૈયાર કરવા માટે કહ્યું છેસોમવારે દિલ્હી-દ્ગઝ્રઇમાં હવાની ગુણવત્તા ફરી બગડી છે. સોમવારે સાંજે ૪ વાગ્યે દિલ્હીની ૨૪ કલાકની હવાની ગુણવત્તા સરેરાશ ૩૫૩ રહી. રવિવારે ૨૪ કલાક એર ક્વોલિટી ઈન્ડેક્સ સરેરાશ ઘટીને ૩૩૦ પર રહ્યો હતો. તંત્રએ સોમવારે કહ્યું કે આગામી ત્રણ દિવસ સુધી તેમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી. વહીવટીતંત્ર દ્વારા આ જવાબ ત્યારે આપવામાં આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે સોમવારે જ કેન્દ્રને દિલ્હીની હવાની ગુણવત્તા સુધારવા માટે ઝડપી પગલાં લેવાનો નિર્દેશ આપ્યા હતા. તેમાં બિન-આવશ્યક કન્સ્ટ્રકશન કામ, ટ્રાન્સપોર્ટ અને પાવર પ્લાન્ટ જેમાં મંગળવાર સાંજ સુધી બંધ રાખવાનો સમાવેશ થાય છે. સોમવારે સાંજે ૪ વાગ્યે એનસીઆરના અન્ય શહેરોમાં હવાની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ રહી હતી. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણની સમસ્યા પર કેન્દ્ર અને દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. પ્રદૂષણ મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે બંને સરકારોને કહ્યું છે કે તેઓ પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં ભરે.

કોર્ટે દિલ્હી સરકાર પાસેથી મંગળવાર સુધીમાં જવાબ માંગ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારને ઈમરજન્સી બેઠક બોલાવવા અને દિલ્હી, પંજાબ અને હરિયાણા સરકારોને એકસાથે બેસીને પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું હતું. દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે તેઓ પ્રદૂષણને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન જેવાં પગલાં લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે સરકારે એમ પણ કહ્યું છે કે આવાં પગલાં થોડા સમય માટે જ અસર કરશે. કેજરીવાલ સરકારે કહ્યું હતું કે દિલ્હીની સાથે સાથે દ્ગઝ્રઇ ક્ષેત્રમાં પણ લોકડાઉન લાગુ કરવાની જરૂર છે, તો જ આવાં પગલાંની અસર થશે. દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેઓ દિલ્હીને NCRનો જ ભાગ માની લે અને આખા NCRમાં લોકડાઉન લગાવી દેવાયુ.