રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપતા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનાવવાની યોજના
ગાંધીનગર: ગુજરાત માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે વધુ એક જંગલ સફારી બનવાની છે. જૂનાગઢ પાસેના ગીરના જંગલ સિવાય હવે જંગલના રાજા સિંહનો વધુ એક વસવાટ બનવા જઇ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનવાની છે. આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પાસેથી પણ આ માટે મંજૂરી મળી શકે છે.
વન મંત્રી મુળુભાઈ બેરાએ આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે સિંહોના વધતા જતા વિસ્તારને લઈ વધુ એક જંગલ સફારી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે રાજ્ય સરકારે પણ સહમતિ આપી દીધી છે.