ગ્રાહકે ઈડલી સંભારમાંથી વંદો નીકળતા ફરિયાદ કરતા ગોધરામાં જાણીતી દુકાનના સ્ટાફે કરી દાદાગીરી

ગોધરાઃ ગુજરાતમાં એક તરફ હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ, આરોગ્યને હાનિકારક વસ્તુઓ પીરસાઈ રહી છે. વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પચંમહાલ વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી. ગોધરાની નામાંકિત “ચોપાટી” નામની દુકાનમાં ઈડલી સંભારની ડીશમાં વંદો મળી આવ્યો હતો. વંદો નીકળતા સ્ટાફે ગ્રાહક સાથે દાદાગીરી કરી હતી.

ગોધરાની ફેમસ ચોપાટી નામની દુકાનમાં એક ગ્રાહકને સર્વ કરવામાં આવેલ ઈડલી સાંભારમાંથી વંદો નીકળ્યાનો ગ્રાહકે દાવો કર્યો છે. તો બીજી તરફ, ગ્રાહકની ડીશમાં નીકળેલ વંદા અંગે સ્ટાફે કબૂલાત કરી હતી. પણ દુકાનના સ્ટાફે ગ્રાહક સમક્ષ દાદાગીરી પણ કરી હતી.

ગોધરાની નામાંકિત “ચોપાટી” શોપમાં ઈડલી સાંભારની ડીશમાં વંદો મળી આવતા ચકચાર મચી છે. તો બીજી તરફ, રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી ડો.વાકાણીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગ હવે ભેળસેળિયા તત્વો સામે આકરી કાર્યવાહી કરશે. GPMC એક્ટ ૧૯૪૯ કલમ ૩૭૬ A મુજબ કાર્યવાહી કરવામાં આવશે. માનવ આરોગ્ય માટે ન્યુનન્સ ફેલાવતા ધંધાર્થીઓની પેઢી સીલ કરવામાં આવશે. સીલ કરવાની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

હાલ જ આરોગ્ય વિભાગ દ્વારા જે.કે સેલ્સ અને આશા ફૂડસ સામે આ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. બંને પેઢીઓમાંથી અખાધ દાબેલા ચણાનો ૫૫૦૦ કિલો જથ્થો ઝડપાયો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા બંને પેઢીઓને સીલ કરી આકરી કાર્યવાહી કરવામાં આવી છે. હવે આગળ પણ કોઈ આ પ્રકારની ભેળસેળ પકડાશે તો તેમના પર આ એક્ટ મુજબ કરવામાં કાર્યવાહી કરવામાં આવશે. સીલ કરેલી પેઢીમાં જ્યાં સુધી હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવામાં ન આવે અને જ્યાં સુધી નાયબ કમિશનર સ્થળ વિઝીટ કરી મંજૂરી ન આપે ત્યાં સુધી સીલ કરેલી પેઢી ચાલુ કરી શકાશે નહીં.