સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદ ગુજરાતના ૨૦૭ જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું

સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદથી ૧૦ દિવસમાં ગુજરાતના ૨૦૭ જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું છે. જેમાં એક માત્ર નર્મદા આધારિત સરદાર સરોવર ડેમમાં જ પાણીનો જથ્થો ૧૧.૫૬ ટકા વધ્યો છે.

બીજી તરફ ગુજરાતમાં ૧૮ મોટા જળાશયોમાંથી બનાસકાંઠાના દાંતીવાડા અને શીપુ ડેમમાં ખાબોચિયા પણ સૂકાયા છે. આ બંને માટે પાણીનો સ્ત્રાવ ક્ષેત્ર રાજસ્થાન છે, જ્યાં પણ વરસાદ નથી. આથી, ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર ધરાવતા બનાસકાંઠામાં સરકારી સિંચાઈના અભાવે ખરીફ સિઝનનું આગોતરૂ વાવેતર લગભગ તબાહ થઈ ચૂક્યુ છે