વરસાદી પાણીની સમસ્યા માર્ગ અને મકાન વિભાગ પુરી ન કરતા પાલિકા દૂર કરશે

મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી દેદીયાસણ જીઆઈડીસી થઈને નુગર બાયપાસ જતા માર્ગ પર આવેલી સોસાયટીમાં દર વર્ષ વરસાદી પાણીના નિકલના અભાવે ચોમાસામાં પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાતી હોય છેય ત્યારે આ સમસ્યા હલ કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની હોવા છતાં તે પુરી કરતી ન હોવાથી પાલિકાએ લોકોની સમસ્યા હલ કરવાનું બીડું ઉઠાવ્યું છે.

૨૪૦૦ વધુ પરિવારોને પડતી હાલાકી દૂર કરવા ૧૨૦ મીટરની વરસાદી પાણી નિકાલની પાઇપ લાઇન નાખવાનો ર્નિણય કર્યો છે. પ્રમુખ વર્ષાબેન પટેલે અને કારોબારી ચેરમેન કૌશિક વ્યાસના જણાવ્યા મુજબ મોઢેરા રોડ પર ૫૦ જેટલી સોસાયટીઓ આવેલી છે.

દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા થાય છે. આ ૫૦ સોસાયટીમાં પાલિકાની હદમાં આવતી નથી. પરંતુ માર્ગ અને મકાન વિભાગની હદમાં આવે છે. આ સમસ્યા દૂર કરવાની જવાબદારી આર એન્ડ બી ડિપાર્ટમેન્ટની છે, પરંતુ તેઓ હજારો લોકોને પડતી સમસ્યા દૂર કરતા ન હોય તથી નગરપાલિકાએ બીડું ઉઠાવ્યું છે. ૯ લાખના ખર્ચે ૧૨૦ મીટરની પાઇપલાઇન નાખી વરસાદી પાણીના નિકલનું આયોજન કર્યું છે. આ કામગીરી ૧૦ દિવસમાં પુરી થઈ જશે આ કામગીરી હાલમાં શરૂ કરી દેવાઈ છે.