ઉત્તર ભારતમાં આગામી ૪૮ કલાક પડશે કડકડથી ઠંડી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં કડકડથી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ૨ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પંજાબ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં તથા બિહારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતમાં આગામી ૪૮ કલાક કાતિલ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશા ઉત્તર ભાગમાં કોલ્ડ વેવની અસર છએ અને હજુ તે યથવાત રહેશે. આ સાથે ઉત્તર પશ્ચિમમાં કોલ્ડ વેવની અસર ઓછી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. આ સાથે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજસ્થાન અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડાકા સાથે ઠંડી પડી રહી છે અને તાપમાન ઘટીને ઘણું નીચે પહોંચી ગયું છે, ચુરુમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન ૦.૦ ડિગ્રી સેલ્સિયસ પર અને પિલાનીમાં ૦.૬ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું.ધૂમ્મસના કારણે જનજીવન અસ્તવ્યવસ્થ થયું છે, પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ધૂમ્મસના લીધે ૪૮૦ ટ્રેનના ટાઇમટેબલ પર અસર પડી છે, જ્યારે ૩૩૫ ટ્રેનો મોડી ચાલી રહી છે, ૮૮ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, ૩૧ ટ્રેનોનો રૂટ બદલ્યો છે અને ૩૩ ટ્રેનોનો રૂટ શરુ થાય તે પહેલા જ અટકાવી દેવાની જરુરી પડી છે.

ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનો ફરી ચમકારો અનુભવાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.