રાજયમાં લઘુતમ પારો ૧૮ ડિગ્રી

લઘુત્તમ અને મહત્તમ તાપમાનના પારા વચ્ચે ૧૫.૫ ડીગ્રીનો તફાવત રહેતા ડબલઋતુનો અનુભવ નગરવાસી કરી રહ્યા છે. જોકે કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતાં જ આગામી સમયમાં ઠંડીનું જોર વધશે તેમ લાગી રહ્યું છે. લોકો હવે ગરમ વસ્ત્રોમાં આવશે અને ઠંડીનો ચમકારો વધતો જશે.રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં નવરાત્રી પછી ઠંડીએ જમાવટ કરી હોય તેમ છેલ્લા ચાર દિવસથી નગરનો લઘુત્તમ પારો ૨૦ ડીગ્રીથી નીચે નોંધાઇ રહ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં નગરનો શનિવારે મહત્તમ પારો ૩૩.૫ ડીગ્રી અને લઘુત્તમ પારો ૧૮ ડીગ્રી નોંધાવા પામ્યો છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૦ ટકા અને સાંજે ૬૪ ટકા નોંધાવા પામ્યું છે.