જુનાગઢ કલારંગ નાટ્ય મંદિર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા સંદેશ ફેલાયો
તા. ૯ થી ૧૫ નવે. દરમ્યાન જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર, પાતાપુર, નવાગામ, ચોરવાડી, પત્રાપસર, આંબલિયા, પ્લાસવા, ઈવનગર, માખિયાળા, નવા-પીપળિયા, મંડલીકપુર સહિતના ૧૧ ગામમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ ક્લિન ઇન્ડિયા, નાટકનું આયોજન કરાયું હતું. જેને નિહાળવા બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ગામોનાં સરપંચ, સભ્યો, તલાટી અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
નાટક દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગામ, ઘન કચરા અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, ઘેર ઘેર શૌચાલયનો ઉપયોગ તેમજ ઓડીએફનાં ઘટકો વિષે માહિતગાર કરાયા હતા જૂનાગઢની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે શહેરની કલારંગ નાટ્ય મંદિર દ્વારા તાલુકાના ૧૧ ગામોમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવાયો હતો.