દેશભરમાં આગ ઝરતી ગરમીની ઈનિંગ શરુ, દિલ્હી સહિત અનેક રાજ્યમાં પારો ઊંચકાતા લોકો પરેશાન

ઉત્તર- મધ્ય સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. માત્ર ૭૨ કલાકમાં જ દિલ્હી સહિત કેટલાંક રાજ્યોના તાપમાનમાં નવ ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં સોમવારે છ જિલ્લામાં પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગના મતે, આ સપ્તાહે દેશના મોટા ભાગના વિસ્તારોમાં લૂ ફૂંકાશે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્ય ભારતમાં પણ ગરમીનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર થઇ જશે. રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં પારો ૪૦ ડિગ્રીની ઉપર પહોંચી જશે. આ દરમિયાન રાજસ્થાનના બાડમેરમાં મંગળવારે પારો ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર થઇ ગયો હતો. ગરમીના કારણે જનજીવન પર અસર થઈ શકે છે. માવઠું અને પહાડો પર હિમવર્ષાના કારણે આ વર્ષે મેમાં સરેરાશ પારો ૧૫ ડિગ્રી સુધી ઓછો રહ્યો છે. ગયા વર્ષે પહેલી મેના દિવસે દેશમાં સરેરાશ મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી રહ્યું હતું જે આ વર્ષે ૨૮.૭ ડિગ્રી રહ્યું છે. પાંચમી મે ૨૦૨૨ના દિવસે ૩૯.૧ ડિગ્રી સેલ્સિયસ પારો હતો, જે આ પાંચમી મેના દિવસે ૩૨.૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યો છે. ચક્રવાતી તોફાન મોકાનાં કારણે બંગાળમાં પારો વધી ગયો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે એક અલગ પ્રકારની સ્થિતિ સર્જાઇ રહી છે. ૧૧મી મે સુધી લૂની ચેતવણી જારી કરાઇ છે. કોલકાતામાં પારો ૪૦ ડિગ્રીને પાર કરી શકે છે.કેદારનાથમાં ભારે હિમવર્ષાને ધ્યાનમાં લઇને રુદ્રપ્રયાગ વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને ખાસ પ્રકારની ચેતવણી આપી છે. તંત્રે હવામાન અંગેની પૂરતી માહિતી મેળવી લીધા બાદ જ યાત્રા કરવા માટે અપીલ કરી છે. પ્રવાસી વિભાગના સંયુક્ત નિર્દેશક યોગેન્દ્ર ગંગવારે કહ્યું છે કે ખરાબ હવામાનના લીધે યાત્રા માટે નોંધ?ણીની પ્રક્રિયાને ૧૫મી મે સુધી રોકી દેવાઈ છે. પ્રવાસીઓને સાવચેત રહેવા વારંવાર અપીલ કરાઈ રહી છે. નોંધનીય છે કે, યાત્રા શરૂ કરાયા બાદ કેદારનાથ અને તેના આસપાસનાં વિસ્તારોમાં સતત હિમવર્ષા થતા મોટી સંખ્યામાં લોકો અટવાઇ પડ્યા હતા. તંત્રને પણ પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પગલાં લેવાની ફરજ પડી રહી છે. ચારધામની યાત્રામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવી તંત્રને આશા હોવાથી તમામ સાવચેતી રખાઈ રહી છે.

દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ભારતમાં વરસાદની મોસમ હવે સમાપ્ત થઈ ગયોછે. ત્યારે મે મહિનામાં વરસાદ બાદ હવે આકરી ગરમીમાં લોકો હેરાન થઈ રહ્યા છે.રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ દેશભરમાં જોરદાર પવન ફુકાવવાની સાથે કાળઝાળ ગરમીનો પણ સામનો કરવો પડયો હતો  આ સિવાય ૧૧મી મે એટલે કે ગુરુવારે જોરદાર ભયકંર ગરમી રહેશે. વધુમાં, મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. મહેરબાની કરીને જણાવો કે આઇએમડીએ કહ્યું કે હવે ધીરે ધીરે દેશમાં ઉનાળાની ગરમી વધશે. અત્યારે જ સૂર્યપ્રકાશ લોકોને દઝાડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તે ખૂબ જ ગરમી પડાવાની. આગામી પાંચ દિવસ રાજ્યવાસીઓને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે  આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન ૨થી ૩ ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે તો અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news