કોરોના મહામારીને કારણે ડેરી ઉદ્યોગને પડશે મોટો ફટકો

સામાન્ય રીતે ઉનાળાની સિઝન આઇસક્રીમ, છાશ અને દૂધમાંથી ખાદ્ય અને પીણા ઉત્પાદનો બનાવતી કંપનીઓ માટે ખૂબ સારી આવક લઈને આવે છે. આ વખતે માર્ચમાં જ ગરમી શરૂ થઈ છે, પરંતુ આ વખતે ડેરી ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવામાં ગરમી ઉપયોગી થશે નહીં.

કોવિડ સંક્રમણના કેસોમાં થતા ઉછાળાને કારણે રિટેલ સ્ટોર્સમાં જતા લોકોના ઘટાડાને કારણે ડેરી કંપનીઓની આવક નબળી રહી શકે છે. અગ્રણી બ્રોકરેજ ફર્મના અભ્યાસ પરથી જાણવા મળે છે કે ઉનાળામાં ડેરી ઉત્પાદનોની માગ ઠંડી રહી શકે છે. અધ્યયન મુજબ, કોવિડની નવી લહેરને કાબૂમાં લેવા રાજ્યોમાં નવા પ્રતિબંધો અને લોકડાઉન લાગુ કરવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં, આ ઉનાળામાં ટૂંકા સમય માટે આ ડેરી ઉત્પાદનોની માગ સરેરાશ કરતા ઓછી રહી શકે છે. બ્રોકરેજ ફર્મના વિશ્ર્‌લેષકો કહે છે કે કોવિડના વધતા જોખમથી બચવા માટે પાર્ટી-ફંક્શન અને ઇવેન્ટ્‌સ નહીં યોજાવાના કારણે આઇસક્રીમનો વપરાશ ઓછો રહી શકે છે.

લોકો રિટેલ સ્ટોર્સમાં જતા હોવાથી ડેરી ઉત્પાદનો જેવા કે લસ્સી, છાશ અને ફ્લેવર્ડ મિલ્ક જેવા ડેરી પ્રોક્ટ્‌સનો વપરાશ ઓછો થઈ શકે છે. શુક્રવારે જાહેર થયેલા ડેરી ક્ષેત્રના અહેવાલમાં તેમણે આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

વિશ્ર્‌લેષકોએ એવી પણ આગાહી કરી છે કે પ્રોટીન પાવડર, દહીં, પ્રીમિયમ ચીઝ જેવા નવા ડેરી પ્રોડક્ટ સેગમેન્ટ્‌સનો વપરાશ આ ઉનાળામાં ઓછો થશે. ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં મોટાભાગના ડેરી પ્રોડક્ટ્‌સની માગ, જે જરૂરી બની હતી, તે ઠીકઠાક રહી હતી.

ગયા નાણાકીય વર્ષમાં ડેરી ઉત્પાદનોની માગ પાર્ટી અને ફંક્શન માટે ઓછી હતી, પરંતુ ઘરેલું ઉપયોગ વધારે હતો. દૂધ ઉપરાંત માખણ, ઘી અને પનીર જેવા ડેરી ઉત્પાદનોની દેશમાં ભારે માંગ છે. આ માંગ ઘરેલું ડેરી કો-ઓપરેટિવ સોસાયટી અને મોટી મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા પૂરી કરવામાં આવી છે.

વિશ્ર્‌લેષકોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ઓર્ગેનાઈઝ્‌ડ ડેરી કંપનીઓના માર્કેટ શેરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ટ્રેન્ડ આ વર્ષે જારી રહી શકે છે. બ્રોકરેજ ફર્મના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જો ડેરી કંપનીઓ આ વર્ષે મોટા સોસાયટીમાં ઉત્પાદનો વેચવા માટે તેમના સંસાધનો, એટલે કે લોજિસ્ટિક્સનો ઉપયોગ કરશે તો તેઓને બજારનો હિસ્સો વધારવામાં મદદ મળશે. તેમણે માહિતી આપી હતી કે કોવિડના ડરથી લોકો તેમના ઘરોમાં વધુ સમય વિતાવે તો ટેટ્રાથી ભરપૂર દૂધ અને ડેરી વ્હાઇટનરનો વપરાશ પણ વધશે.