અંકલેશ્વરમાં એકમાંથી બીજા ટેન્કરમાં કેમિકલ ટ્રાન્સફર કરાયું હતુ

અંકલેશ્વરમાં એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં વેસ્ટ કેમિકલ ટ્રાન્સફર કરાયું હતુ. હોટલ ડિસન્ટના કર્મચારીએ આ માટે વીજળીની વ્યવસ્થા કરી હતી. હોટલની સામે જ બંને ટેન્કર ઊભા રાખવામાં આવ્યા હતા. વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિ.ના બે ભાગીદારો નિલેશ અને મૈત્રીની હાલમાં પણ ડીસીબીના અધિકારીઓ પૂછપરછ કરી રહયા છે. જો કે બન્ને ભાગીદારોનો સચિન જીઆઇડીસીની ઘટનામાં તેમના રોલ અંગે કેટલીક ચોંકાવનારી વિગતો આગામી દિવસોમાં સામે આવશે. ગેસકાંડમાં દવેને સસ્પેનશન અપાયું હતું.અગાઉ પણ દવે સામે પોલ્યુશન ફેલાવતા એકમો સામે કાર્યવાહી ન કરવાના આરોપો થયાં છે.

કાંઠાના ગામોમાં પોલ્યુશનથી કેન્સર જેવી બીમારી વધવાની વાત પરિવર્તન ટ્રસ્ટે કરી હતી.પાંડેસરામાં મારુતિ નામની એક આખી મિલ ઉભી થયાની અને પારસ મિલ સહિતની ફરિયાદો સામે પગલાં ન લીધાના આક્ષેપ દવે પર થયાં છે. મુંબઈની જે તલોજા એમઆઇડીસીની હિકલ કંપનીમાંથી ઝેરી કેમિકલ નિકાલ માટે સચિન જીઆઇડીસીમાં લવાયું હતું તેના ૩ ડિરેકટરોની શનિવારે ક્રાઇમબ્રાંચે મોડીરાત સુધી પૂછપરછ કરાઇ હતી. આ મામલે ક્રાઇમબ્રાંચે જરૂરી ડોક્યુમેન્ટ મેળવ્યા હતા.

સચિન જીઆઇડીસી ગેસકાંડમાં મોતને ભેટેલા ૬ મજૂરોના કેસમાં શનિવારે પોલીસે ૪ આરોપીઓને બપોરે ઇન્ચાર્જ કોર્ટ સમક્ષ રજૂ કરી ૧૨ મુદ્દાના આધારે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. એપીપી શૈલેષ પાલડીયાની દલીલો બાદ કોર્ટ ૪ આરોપીઓ પ્રેમસાગર ગુપ્તા, આશિષ ગુપ્તા, જયપ્રતાપ તોમર અને વિશાલ યાદવને ૧૭મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો.