આતંકવાદ સૌથી વધુ સ્થાનિક અર્થવ્યવસ્થાને અસર કરે છે : વડાપ્રધાન મોદી

પીએમ મોદીની આ કોન્ફરન્સ ‘કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ એટલે કે ‘સ્ટૉપિંગ ટેરરિસ્ટ ફંડિંગ’ની થીમ પર આધારિત હતી. આ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકની ભયાનકતાને દુનિયાએ ગંભીરતાથી લીધી તે પહેલા જ તેનો સામનો કર્યો છે. તેમણે કહ્યું, ‘વિવિધ સ્વરૂપમાં આતંકવાદે દાયકાઓથી ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે અમે હજારો કિંમતી જીવ ગુમાવ્યા. જો કે અમે હજુ પણ આતંકવાદનો બહાદુરીથી મુકાબલો કર્યો છે.પીએમે કહ્યું, આ એક અદ્ભુત વાત છે કે આ કોન્ફરન્સ ભારતમાં થઈ રહી છે. આપણા દેશે આતંકની ભયાનકતાનો સામનો વિશ્વની નોંધ લે તે પહેલા જ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આતંકવાદ ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થાને સૌથી વધુ અસર કરે છે, પછી તે પર્યટન હોય કે વેપાર. કોઈને એવો વિસ્તાર પસંદ નથી કે જ્યાં સતત ભય રહે. જેના કારણે ત્યાંના લોકોની રોજીરોટી પણ પ્રભાવિત થઈ રહી છે. એટલા માટે જરૂરી છે કે આપણે આતંકવાદના મૂળ પર હુમલો કરીએ.તેમણે કહ્યું, “આતંકવાદને ખતમ કરવા માટે સક્રિય પ્રતિભાવની જરૂર છે. જો આપણે ઇચ્છીએ છીએ કે આપણા નાગરિકો સુરક્ષિત રહે, તો જ્યાં સુધી આતંક આપણા ઘરો સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે રાહ જોઈ શકીએ નહીં. આપણે આતંકવાદીઓના ફંડિંગ પર ફટકો મારવો પડશે.પીએમે કોન્ફરન્સમાં કહ્યું, ‘આતંકની કોઈ સીમા નથી હોતી, માત્ર ઝીરો ટોલરન્સ અભિગમ જ તેનો સામનો કરી શકે છે. આતંકવાદીઓને એક જ સમયે ખતમ કરી શકાય છે, પરંતુ નક્કર વ્યૂહરચના આતંકવાદના મૂળને નષ્ટ કરે છે. તે માટે સક્રિય પ્રતિભાવની જરૂર છે. આપણે આતંકવાદીઓની સહાય પ્રણાલીને નષ્ટ કરવી પડશે, તે પણ તેમના ફંડિંગને રોકીને.’ તેમણે કહ્યું, ‘કેટલાક દેશો આર્થિક અને વૈચારિક મદદ આપીને આતંકવાદને સમર્થન આપે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આનું ધ્યાન રાખવું જોઈએ. પ્રોક્સી વોર પ્રત્યે કડક વલણ અપનાવવું જોઈએ. દુનિયાએ આવા વલણથી સાવધ રહેવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે આતંકનો એક હુમલો બધા પર હુમલો છે. જ્યાં સુધી આપણે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરીશું ત્યાં સુધી અમે અટકીશું નહીં.

આતંકવાદ એક એવો ગંભીર મુદ્દો છે જે માનવતાને અસર કરે છે. તેની અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર પડે છે. આપણે ટેરર ફાઇનાન્સિંગના મૂળ કારણ પર હુમલો કરવો જોઈએ. આતંક વિશે જુદી જુદી ધારણાઓ છે અને તેને એક જ પ્રિઝમ દ્વારા જોવી જોઈએ.આતંકવાદ પર લગામ કસવા માટે ‘નો મની ફોર ટેરર’ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકનો એક હુમલો બધા પર હુમલો છે. જ્યાં સુધી આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ન ફેંકીએ ત્યાં સુધી અમે અટકીશું નહીં. આતંકવાદ એવો વિષય છે જે માનવતા પર અસર કરે છે…તે અર્થવ્યવસ્થા પર અસર કરે છે.

પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર પ્રહાર કર્યા.  તેમણે કહ્યું કે કેટલાક દેશ એવા પણ છે જે આતંકવાદને આર્થિક મદદ કરતા રહે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, આ કોન્ફરન્સ ભારતમાં જ થઈ રહી છે તે મહત્વનું છે. વિશ્વ પહેલા ભારતે આતંકવાદની અસર ઝેલી, ભારતે દ્રઢતાથી આતંકવાદનો મુકાબલો કર્યો. તેમણે કહ્યું કે ટેરર ફાઈનાન્સિંગના મૂળ પર હુમલો કરવો જોઈએ. આતંકને લઈને અલગ અલગ ધારણા છે. આતંકવાદને એક જ ચશ્માથી જોવો જોઈએ અને દરેક આતંકી હુમલાનો તે જ દ્રઢતાથી મુકાબલો કરવો જોઈએ. સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકની કોઈ સરહદ હોતી નથી. ફક્ત ઝીરો ટોલરન્સ અપ્રોચ તેનો મુકાબલો કરી શકે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આતંકવાદને તે જ સમયે ખતમ કરી શકાય છે પરંતુ ચોક્કસ રણનીતિ આતંકવાદના મૂળ સમાપ્ત કરે છે. તેના માટે એક્ટિવ રિસ્પોન્સની જરૂર છે. આપણે તેમનું ફંડિંગ રોકીને આતંકીઓની સપોર્ટ સિસ્ટમ ખતમ કરવી પડશે. કેટલાક દેશો નાણાકીય અને વૈચારિક મદદ કરી આતંકને સપોર્ટ કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે તેને ગંભીરતાથી લેવું જોઈએ. પ્રોક્સી વોર પ્રત્યે કડક વલણ અપનાવવું જોઈએ અને વિશ્વએ આવા વલણ પ્રત્યે અલર્ટ થવું જોઈએ. પીએમએ કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે એક વ્યાપક, સક્રિય, વ્યવસ્થિત પ્રતિક્રિયાની જરૂર છે. જો આપણે ઈચ્છીએ કે આપણા નાગરિકો સુરક્ષિત રહે તો આપણે જ્યાં સુધી આતંકીઓ આપણા ઘરોમાં ન ઘૂસી જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ નહીં. આપણે આતંકીઓનો પીછો કરવો જોઈએ, તેના સમર્થન નેટવર્કને તોડવું જોઈએ અને તેમના ફાઈનાન્સની કમર તોડવી જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે, સંગઠિત અપરાધ, ગેંગ જે સક્રિય છે તેનું વિદેશી કનેક્શન છે. તેમને મદદ આપવા પર લગામ કરવી જોઈએ. આ સાથે જ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ વિરુદ્ધ એક્શન થવું જોઈએ.