સિમ્બાલિયન સાયક્લિંગ કોમ્યુનિટી દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારથી સિમ્સ હોસ્પિટલ સુધી સાઇકલ રેલી યોજાઇ

સિમ્બાલિયન સાયકલિંગ કોમ્યુનિટીએ વર્લ્ડ ઓર્ગન ડોનેશન દિવસે ઍક અનોખી પહેલ કરતા મૃત્યુ પછી પણ બીજા માટે જીવી શકાય એવા અનોખા ઉદ્દેશ સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારથી સિમ્સ હોસ્પિટલ સુધી ૩૦ કિલોમીટરની સાઇકલ રાઈડ યોજી હતી. જેમાં અંદાજે ચાલીસ સાઇક્લીસ્ટ સાથે પોતાના મૃત્યુ પછી પોતાના અંગ દાન કરશે એવા સંમતિ પત્રક ઉપર સંમતિ અપાઇ હતી.

જેમાં સિમ્સ હોસ્પિટલે આવા ઉમદા આશયને ટેકો પણ આપ્યો હતો. ત્યારે સિમ્બાલિયન સાયક્લિંગ કોમ્યુનિટીના જીજ્ઞેશ પટેલે આનંદની લાગણી અનુભવતા જણાવ્યુ હતુ કે, સાઇકલ ચલાવી જીવો ત્યાં સુધી પોતે સ્વસ્થ રહી શકો અને મૃત્યુ બાદ અંગદાન એ મહાદાન છે ને અનુસરી જો પોતાના અંગોનુ દાન કરો તો અંદાજિત ઓછામાં ઓછાં આઠ વ્યક્તિઓની જીવન ફરી સાઇકલ ના પાટે સુધારીને પૂરપાટ દોડાવી શકો એવો ઉમદા આશય અમારી આજની સાઇકલ રેલીનો હતો.