સાબરમતી નદી પ્રદૂષણઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રચેલી પેનલ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટમાં કરાયેલી બે ભલામણો પણ એએમસીએ દર્શાવી અસંમતિ

આવતી મુદ્દત 11 ઓક્ટોબર સુધી કુલ 672 ઉદ્યોગોનું સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા તેમજ  ZLD મંજૂરીની શરતોમાં કોઈપણ સુધારો નહીં કરવા હુકમ

અમદાવાદ શહેરનાં સુએઝ ફાર્મ, બહેરામપુરા, દાણીલીમડાનાં ઉદ્યોગોએ ઝીરો ડિસ્ચાર્જની શરતોનું ઉલ્લંઘન કરતા અરજદાર અને પત્રકાર આદિત્યસિંહ ચૌહાન દ્વારા માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, વેસ્ટ ઝોન, પુણે સમક્ષ પીટીશન કરવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા અમદાવાદનાં દાણીલીમડા, સુએઝ ફાર્મ અને બહેરામપુરા વિસ્તારમાં આવેલ અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન (AHSPA) અને કર્ણાવતી ટેક્ષટાઇલ એસોસિએશન હેઠળના વિવિધ એકમોને જી.પી.સી.બી.એ ઝીરો લીક્વીડ ડિસ્ચાર્જની (ZLD) શરતોને આધીન પરવાનગી આપેલ જેનું ઉદ્યોગો દ્વારા પાલન નહીં કરેલ હોવાની તેમજ કોર્પોરેશનની ગટર મારફતે ડાયરેક્ટ સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતાં હોવા બાબતો ટ્રિબ્યુનલનાં સંજ્ઞાનમાં આવી હતી. જેથી ટ્રિબ્યુનલને આ વિસ્તારનાં ઉદ્યોગો પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરતાં હોવાનો ગંભીર મામલો જણાતાં 20 જુલાઇ, 2023નાં હુકમથી સંયુક્ત કમિટીની રચના કરીને વિસ્તારથી પ્રદુષણ મુદ્દે વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને રજુ કરવા નિર્દેશ આપેલ હતો.

જે અનુસંધાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદુષણ કંટ્રોલ બોર્ડ તેમજ ક્લાયમેટ ચેન્જ મંત્રાલયનાં અધિકારીઓની સંયુક્ત કમિટીએ રજુ કરેલા રીપોર્ટના આધારે 18 ઓગસ્ટના રોજ ટ્રીબ્યુનલ સમક્ષ ચર્ચા થઇ હતી. જેમાં અરજદારનાં વકીલ તરફથી આ કેસમાં પક્ષકાર તરીકે શામેલ 55 ઉદ્યોગોનું જી.પી.સી.બી.એ અલગ-અલગ ફેકટરીઓની ગત 8 મહિનાઓમાં વિસ્તૃત નિરિક્ષણ અહેવાલ રજુ કર્યો હતો, જેમાં જે તે ઉદ્યોગોએ પ્રદુષણ બોર્ડની CTE અને CC&Aની શરતોનું ઉલ્લંઘન તેમજ પ્રદુષણ કરેલ હોવાનું જણાઇ આવેલ હતુ.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત કમિટી દ્વારા સબમિટ કરેલા રિપોર્ટમાં એએમએસીને કેટલીક ભલામણો પણ આવી હતી. આ ભલામણો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંમત ન હોવાથી એએમસીના અધિકારી દ્વારા સંયુક્ત કમિટીના રિપોર્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા.

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલ પાઇપલાઇનના ગેરકાયદેસર ઔદ્યોગિક જોડાણો તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમયાંતરે ઝુંબેશ ચલાવતી હોય છે, પરંતુ સંયુક્ત કમિટીએ રિપોર્ટમાં કરેલી બે ભલામણો સાથે પોતાની અસંમતિ દર્શાવી હતી. એએમસીને સંયુક્ત કમિટીએ એએમસીએ સ્ટ્રોમ વોટર ડ્રેઇન્સ/ડ્રેનેજ સિસ્ટમમાં ગેરકાયદે ડિસ્ચાર્જના જોડાણોને ઓળખવા, તોડવા અને યોગ્ય કાર્યવાહી માટે આવા ઉદ્યોગોની માહિતી નિયમિતપણે જીપીસીબી સાથે શેર કરવાની જરૂર છે અને ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ ડિસ્ચાર્જ માટે દાણીલીમડા, બહેરામપુરા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેન/ડ્રેનેજ સિસ્ટમનું સતત નિરીક્ષણ કરવું જોઈએ. જ્યાં ઔદ્યોગિક ગંદુ પાણી આવી રહ્યું છે તે સ્ટ્રોમ વોટર ડ્રેઇન/ડ્રેનેજ સિસ્ટમના સમ્પ પર pHની નિયમિત દેખરેખ રાખી તે સમ્પને ઓળખવા માટે હાથ ધરવામાં આવી શકે છે, જેથી આવા સ્થળો ઓળખી શકાય અને તે વિસ્તારોમાં કડક તકેદારી લાગુ કરી શકાય તેમ ભલામણ કરવામાં આવી હતી. પરંતુ એએમસીએ રહેણાંક વિસ્તારોમાં સેવાઓ પુરી પાડવા માટે જવાબદાર છે અને ઔદ્યોગિક વિસ્તારોના ડ્રેનેજ માટે નહીં તેમ જણાવી પોતોની અસંમતિ દર્શાવી હતી.

આ સંદર્ભે આગામી સુનાવણી આગામી 11 ઓક્ટોબર, 2023ના રોજ નિર્ધારિત છે.

*File Photo