વરસાદ અપડેટઃ ઇડરમાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ, રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૬૯ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૦૭ ટકા વરસાદ નોંધાયો

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો છે. સાંબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ ૫.૮૪ ઇંચ વરસાદ તથા રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૪.૮૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૬૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૪.૫૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૩.૯૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૧૩૯ મિ.મી., મોડાસામાં ૧૩૫ મિ.મી., લુણાવાડામાં ૧૨૯ મિ.મી., વીરપુરમાં ૧૨૭ મિ.મી., સંતરામપુરમાં ૧૨૨ મિ.મી. આમ કુલ ૬ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે  ઉપલેટા તાલુકામાં ૧૧૮ મિ.મી., ધનસુરામાં ૧૧૬ મિ.મી., વિસાવદરમાં ૧૦૮ મિ.મી., દાંતામાં ૧૦૪ મિ.મી., વિસનગરમાં ૧૦૨ મિ.મી., ડોલવણમાં ૧૦૧ આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

જયારે વિજાપુર અને પ્રાંતિજ તાલુકામાં ૯૯ મિ.મી., ખેરાલુમાં ૯૮ મિ.મી., વઘઈમાં ૯૦ મિ.મી., ઉમરપાડા અને હિંમતનગરમાં ૮૭ મિ.મી., ચીખલી અને બાયડમાં ૮૫ મિ.મી., માળીયાહાટીનામાં ૮૪ મિ.મી., માલપુરમાં ૮૨ મિ.મી.,  વાંસદામાં ૭૬ મિ.મી.,  ખેરગામમાં ૭૪ મિ.મી. આમ કુલ ૨૪ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સંખેડામાં ૭૦ મિ.મી., ગણદેવીમાં ૬૮ મિ.મી., કેશોદમાં ૬૭ મિ.મી., ઊંઝામાં ૬૬ મિ.મી., શહેરામાં ૬૫ મિ.મી., જાંબુઘોડામાં ૬૧ મિ.મી., ડાંગ (આહવા) અને કડાણામાં ૬૦ મિ.મી., મેંદરડામાં ૫૯ મિ.મી., મેઘરજ અને ખેડબ્રહ્મામાં ૫૭ મિ.મી., નવસારી, સાંજેલી અને વિજયનગરમાં ૫૫ મિ.મી., મહુવામાં ૫૩ મિ.મી., છોટાઉદેપુર, વડનગર અને માણસામાં ૫૨ મિ.મી., ખાનપુર અને ક્વાંટમાં ૫૧ મિ.મી., જ્યારે નડિયાદ અને જેતપુર પાવીમાં ૫૦ મિ.મી., એટલે કે, કુલ ૪૬ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૭ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news