કચ્છ-ભુજ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત વિસ્તારમાં રેલ વ્યવહાર ખોરવાયો

ગુજરાતમાં વાવાઝોડું સતત તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બસ અને રેલવે સેવા પર અસર થઇ છે. સાવચેતીના ભાગરુપે કેટલાક ર્નિણય લેવામાં આવ્યા છે. વાવાઝોડાને લઈને પશ્ચિમ રેલવે પર અસર થઇ છે. કચ્છ-ભુજ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત ઇફેક્ટ એરિયામાં રેલવે વ્યવહાર બંધ થયો છે. આજથી ૧૫ જૂન સુધી રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ તરફના ઈફેક્ટેડ એરિયાની તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. તો કેટલાક સ્થળે ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. અંદાજે ૨૦૦ જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. જરૂર પ્રમાણે પશ્ચિમ રેલવે દ્વારા સાવચેતીના ભાગરૂપે ર્નિણય લેવાઈ રહ્યો છે. તેમજ રેલવે યાર્ડ પણ સુરક્ષાના ભાગરૂપે ખાલી કરાવાઈ રહ્યા છે.

બીજી તરફ વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ છે. દરિયાઈ સીમા પર મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરાઇ રહ્યું છે. રાણીપ ખાતે એસટી ઓફીસ પર બનાવેલા સીસીસી કંટ્રોલરૂમ ખાતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં જીઓ ફેન્સ લાગુ કરવામાં આવ્યું છે. તો જીઓ ફેન્સ મારફતે બસના સંચાલન પર લાઈવ નજર રખાઇ રહી છે. ઇફેક્ટેડ કોસ્ટલ વિસ્તારમાં જતી બસનું લાઈવ મોનિટરિંગ કરીને કોલ કરીને રોકવામાં આવી રહી છે.પોરબંદર, માંગરોળ,વેરાવળનું ઓપરેશન સદંતર બંધ કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને વરસાદને કારણે સંચાલન બંધ કરવામાં આવ્યું છે. ૩૫૦ જેટલી બસ બંધ કરવામાં આવી છે. ૧૫ જૂન સુધી આ બસનું ઓપરેશન બંધ રહેશે. કચ્છ, ભુજ અને જામનગર,અમરેલીમાં દિવ બાજુ ૧૫ ટકા ઓપરેશન બંધ છે.સૌરાષ્ટ્ર તરફની લોન્ગ ટ્રીપ શોર્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફની અન્ય ૧૦૦ બસ કંટ્રોલ કરી રૂટ ટૂંકાવાયા છે. દ્વારકા, સોમનાથ, પોરબંદર, વેરાવળ, માંગરોળ, મહુવા, દિવના રૂટ પર બસ નહીં જાય. ડેપો અને સ્ટેશન પર ષ્ઠષ્ઠંદૃ પરથી નજર રખાઇ રહી છે.૧રૂ

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news