ક્લાઈમેટ ચેન્જ સંમેલનમાં વડાપ્રધાન મોદીની સલાહથી તૂર્કીના રાષ્ટ્રપતિને ખોટું લાગ્યું

યજમાન બ્રિટન, અમેરિકા અને ભારતને તેમાં અપવાદ રખાયા હતા.બોરિસ જોનસન, જો બાઈડન અને પીએમ મોદીને સંમેલન સ્થળે પહોંચવા માટે અલગ અલગ કારો પણ ફાળવવામાં આવી હતી. આ પ્રકારના ભેદભાવ સામે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પોતાની નારાજગી જાહેર કરી હતી અને બ્રિટન સમક્ષ સવાલ મુકયો હતો કે ભારતને કેમ આ પ્રકારની વિશેષ ટ્રીટમેન્ટ અપાઈ છે ..જેના પગલે એર્ડોગન સંમેલનનની કાર્યવાહીથી પણ દૂર રહ્યા હતા.

બીજી તરફ આયોજકોએ કહ્યુ હતુ કે, ભારતે ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ લોન્ચ કર્યુ છે અને પીએમ મોદીએ આ સમિટમાં ૨૦૭૦ સુધીમાં ભારત તરફથી નેટ ઝીરો એમિશનનો વાયદો કર્યો છે.ભારતના પ્રયાસો બદલ તેને જે દરજ્જો અપાયો છે તે યોગ્ય જ છે.

તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાયેલા ક્લાઈમેટ ચેન્જ સંમેલનમાં યજમાન બ્રિટન દ્વારા ભારતને અપાયેલી વિશેષ ટ્રીટમેન્ટના કારણે તુર્કીને મરચા લાગી ગયા છે. ગ્લાસગોમાં આટલા મોટા પાયે યોજાયેલી પરિષદ માટે પૂરતા સંસાધનો નહીં હોવાથી બ્રિટન દ્વારા સંમેલનમાં સામેલ  ડેલિગેશનોને હોટલના રુમો શેર કરવા માટે આગ્રહ કર્યો હતો અને વિવિધ દેશોના વડાઓને સંમેલન સ્થળ સુધી લઈ જવા માટે બસો મુકવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *