પ્રધાનમંત્રી મોદીએ અન્નદાતા ખેડૂતોને દિવાળીની ગિફ્ટ રૂપે ખાતામાં ૨૦૦૦ રૂપિયા ટ્રાંસફર કર્યા

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના ભારતીય કૃષિ અનુસંધાન ભવનમાં પીએમ કિસાન સમ્માન સંમેલનનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે ૧૬ હજાર કરોડ રૂપિયાના ૧૨મો હપ્તો જાહેર કરી દીધો છે. દિવાળી પહેલા પીએમ મોદીએ ખેડૂતોને આ ગિફ્ટ આપી છે. જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તમારે નોંધણી કરાવવી પડશે. આ સાથે એક શરત એવી પણ છે કે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પોતાના રેશન કાર્ડની વિગત અપલોડ કરવી પડશે. આ ઉપરાંત અન્ય જરૂરી દસ્તાનેજો પણ જમા કરાવવા પડશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થીની યાદીમાં તમારું નામ પોર્ટલ પર ચેક કરવા માટે સૌપ્રથમ  Pmkisan.gov.in પર ક્લિક કરો, ત્યારબાદ વેબસાઇટ ખૂલ્યા બાદ મેનૂ બારમાં ફાર્મર કોર્નર પર જાઓ. તેના પછી  લાભાર્થી લિસ્ટ/બેનિફીશિયરી લિસ્ટ ટેબ પર ક્લિક કરો, ત્યારબાદ તમારું રાજ્ય, જીલ્લો, તાલુકો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો, છેલ્લે તમારે Gª Report પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમને જાણકારી મળી જશે. આ રીતે ચેક કરી લેવું. જે ખેડૂતોને આ યોજના અંતર્ગત સરકાર તરફથી લાભ આપવામાં આવ્યો છે તેમના પણ નામ રાજ્ય/જીલ્લો/તાલુકો/ગામ પ્રમાણે જોઇ શકાશે. અને જો લિસ્ટમાં નામ ન હોય તો ક્યાં કરવી રજૂઆત તો એમાં  જો ઉપરના લિસ્ટમાં તમારું નામ નથી તો તમે પીએમ કિસાન સન્માન હેલ્પલાઇન ૦૧૧-૨૪૩૦૦૬૦૬ પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કોઇ પણ જાણકારી મેળવવા તમે હેલ્પલાઇન નંબર ૧૫૫૨૬૧ પર ફોન કરી શકો છો. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૫૫૨૬૬ અને પીએમ કિસાન લેન્ડલાઇન નંબર ૦૧૧-૨૩૩૮૧૦૯૨, ૨૩૩૮૨૨૪૦૧ પણ છે.

આ સિવાય વધુ એક નંબર ૦૧૨૦-૬૦૨૫૧૦૯ અને ઇમેઇલ આઇડી pmkisanict@gov.in PM-KISAN દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે તેમની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા સહાયતા કરવાની એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. સરકારે યોજના માટે પરિવારની વ્યાખ્યા આપી છે તેમાં પતિ, પત્ની અને નાના બાળકોનો ઉલ્લેખ કર્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન તેના ખેડૂત પરિવારોને ઓળખ કરશે, જેઓ આ યોજનાની ગાઇલાઇન્સ અનુસાર સહાય મેળવવા પાત્ર ઠરે છે. આ સહાય સીધી જ લાભ મેળવનારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. પરિવારનો માત્ર એક જ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આવકને પૂરક બનાવવાના હેતુથી શરૂ કરાઇ હતી. ડિજીટલ ઇન્ડિયાની પહેલ સાથે મળીને આ યોજના દેશના ૧૨ કરોડ ખેડૂતો સુધી લાભ પહોંચાડવામાં સફળ રહી છે. ૧૧