કેમિકલયુક્ત પાણી છોડાતાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધ્યું
અમદાવાદમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. જેની અસર ખેતરો પર થઈ રહી છે, અને તેમાંથી આવતાં કેમિકલવાળા શાકભાજીની અસર આપણા સ્વાસ્થ્ય પર થઈ રહી છે. આ પાણીને કારણે બહેરામપુરા અને દાણીલીમડાના અનેક ખેતરોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તો બીજી તરફ સુએજ ફાર્મ ગુલાબનગર વિસ્તારના લોકોની હાલત પણ કફોડી બની છે. ત્યારે આ બેફામ પ્રદૂષણ માફિયાઓ સામે જલ્દીથી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે, નહિતર સાબરમતીના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.