ચોમાસા પહેલા PGVCLની કામગીરી માત્ર કાગળ પર… ખુલ્લા વાયરોથી લોકોમાં ભય

રાજકોટમાં પીજીવીસીએલની કામગીરી પર સવાલો ઉભા થયા છે, ચોમાસાને માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, છતાં પણ શહેરમાં PGVCLના વાયરોને યોગ્ય રીતે ગોઠવી નથી શકતી, આ વાતને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, છતાં પણ PGVCLના પ્રી મૉનસુન કામગીરી કાગળ પર જ જોવા મળી રહી છે. પીજીવીસીએલ દ્વારા કે મનપા ગાર્ડન શાખા દ્વારા શહેરમાં હજુ પણ અલગ અલગ જગ્યાએ વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરવામાં નથી આવ્યુ.

દર વર્ષે શહેરમાં અનેક રાજમાર્ગો પર વૃક્ષો અને ડાળીઓ પડી જાય છે, અને આ કારણે લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચે છે, અને ચોમાસામાં રસ્તોઓ પણ બંધ થઇ જાય છે. તો મોતના માચડા સમાન આ કેટલાય વૃક્ષોમાંથી આ PGVCLના વાયરો પસાર થાય છે, એવી ડાળીઓને ક્યારે દુર કરાશે તેની લોકો રાહ જોઇ રહ્યાં છે. એટલુ જ નહીં લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, PGVCLના અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરે અને દર વર્ષે હજારો વૃક્ષો કપાતા બચાવે. પીજીવીસીએલ દ્વારા દર વર્ષે વૃક્ષો અને તેની ડાળીઓ કાપવામાં આવે જેના પર શહેરની ગ્રીનરીને પણ અસર પહોંચે છે.