ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ૮૪ પૈસાનો વધારો, ડીઝલમાં કોઈ ફેરફાર નહીં

અમદાવાદઃ નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં આજથી પેટ્રોલ મોંઘુ થયું છે. લેટેસ્ટ ભાવ મુજબ, આજથી ગુજરાતમાં પેટ્રોલમાં ૮૪ પૈસાનો વધારો થયો છે. જોકે, ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દેશમાં સવારે ૬ વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.

દેશમાં રોજ સવારે ઈંધણના ભાવ બદલાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, દેશમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો ૮૪ પૈસાનો વધારો થયો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.

ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ ૬ વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે ઇં૭૦.૫૦ પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને $૭૫.૮૯ પ્રતિ બેરલ થઈ ગયું છે.