લખપતના પાન્ધ્રો પાસે અગમ્ય કારણોસર આગ લાગી
ભુજના લખપતના પાન્ધ્રો પાસેના સીમાડામાં કુદરતી ઉગેલા સૂકા ઘાસમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ વધુ વિકરાળ બને તે પહેલાં સ્થાનિક ઝુઝારદાન ગઢવીએ પાન્ધ્રો વિજ મથકના ફાયર વિભાગનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ફાયર વિભાગની એક ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને આગળ વધતા અટકાવી હતી. નોંધનીય છે કે આગના કારણે મોટા પાયે ઘાસ અને આસપાસના વૃક્ષો બળીને ખાક થઈ ગયાં હતાં.
આગને બુઝાવવા ફાયર ટીમને ૨ કલાકથી વધુનો સમય લાગ્યો હોવાનું સ્થાનિક ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.લખપત તાલુકાના પાન્ધ્રો નજીક આવેલા સીમ વિસ્તારમાં કોઈ કારણોસર કુદરતી સૂકા ઘાસમાં અચાનક આગ ફેલાઈ ગઈ હતી. આગના પગલે પશુઓને ચરવા માટેનું અતિ ઉપયોગી ઘાસ અને આસપાસનાં કેટલાંક વૃક્ષો બળી જવા પામ્યાં હતાં. આગને કુદરતી ઘાસમાં વધુ ફેલાતી અટકાવવા પાન્ધ્રો વિજ મથકના જીએસઇસીએલના ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. ફાયર વિભાગને આ માટે કલાકોની જહેમત લેવી પડી હતી.