ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં માવઠું : હવામાન વિભાગની આગાહી

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. હજી પણ આગામી ૨૪ કલાક સામાન્ય વરસાદની આગાહી યથાવત છે. ૨૪ કલાક બાદ ફરી મહત્તમ તાપમાન વધવાનું શરુ થશે અને ધીમે ધીમે ૨ થી ૩ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આગામી ૨૪ કલાક વાતાવરણ યથાવત રહેશે.