ઊના-ગીરગઢડા પંથકમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

ઊના ગીરગઢડા વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હોય અને ભારે વરસાદ વરસે તેવી આશા વચ્ચે ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થયેલ. અને બે કલાક દરમ્યાન ઉના અને ગીરગઢડાના તાલુકાના સીમાસી, રેવદ, કાણકીયા, આંબાવડ, કેસરીયા, સનખડા, ગાંગડા, ખત્રીવાડામાં સહીત ગામોમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે ઉના, ગીરગઢડા, દેલવાડા વિસ્તારમાં ભારે ઝાંપટાઓ પડતા એક ઇંચ જેટલો વરસાદ સાંજ સુધી પડ્યાના અહેવાલો મળી રહ્યા છે.

ભારે વરસાદની આશા વચ્ચે ઝાંપટા આવીને વરસાદ હાથતાળી દેતા ગરમી અને બફારાથી લોકો ઉકળી ઉઠ્યા હતા. શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડુગાર વાતાવરણ થયેલ હતું. જાેકે ગત રાત્રીના જંગલ વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મચ્છુનદી તેમજ ગીરજંગલને અડી આવેલ નગડીયામાં ગામની શાહી નદીમાં નવાનિર વહેતા થતા ખેડૂતોને થોડી રાહત થયેલ હતી.