ઓલપાડ કલેક્ટરે ‘કિલન ઈન્ડિયા અભિયાન’નો પ્રારંભ કરાવ્યો

સમગ્ર જિલ્લામાં ઓક્ટોબર મહિના દરમિયાન નહેરૂ યુવા સંગઠન, એન.એસ.એસ., એન.એસ.એસ., ગ્રામપંચાયતોમાં યુવા સંગઠનો, મહિલા મંડળો, સખીમંડળો દ્વારા ડોર- ટુ-ડોર કેમ્પેઇન કરી પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા તથા તેના નિકાલ અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ઐતિહાસિક-ધાર્મિક સ્થળો, બસ રેલ્વે સ્ટેશનો, દરિયા કિનારાના પ્રવાસન સ્થળો, નદી-તળાવો, વન વિભાગના ઈકો ટુરિઝમ સાઈટ જેવા સ્થળોએથી પ્લાસ્ટીકના કચરાને એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવશે.સરકારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રની આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓકટોબર-૨૦૨૧ના સમગ્ર માસ દરમિયાન ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા યોજાનાર ‘કિલન ઈન્ડિયા’ અભિયાનનો મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે ઓલપાડ ખાતેથી જિલ્લા કલેક્ટર આયુષ ઓકે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, પ્રાંત અધિકારી, નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, ડિસ્ટીક જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલ શિરોયા, મામલતદાર, એન.એસ.એસ., એન.સી.સી.ના યુવાઓ, સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ભારત સરકારના કિલન ઈન્ડિયા અભિયાન હેઠળ સમગ્ર ઓકટોબર મહિના દરમિયાન જિલ્લાના સરકારી વિભાગો, સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ, નહેરુ યુવા કેન્દ્ર, NCC, સ્વચ્છ ભારત મિશન હેઠળ જનભાગીદારીથી સફાઈની ભગીરથ કામગીરી કરશે. તેમણે આ અભિયાન હેઠળ આબાલ વુધ્ધ સૌ કોઈ જાેડાયને સિગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનને જન આંદોલનરૂપે ‘સિંગલ યુઝ પ્લાસ્ટીક’ના કચરાને એકત્ર કરી તેનો નિકાલ કરવાની હિમાયત કલેક્ટરે કરી હતી. સ્વચ્છતાક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનારા દેવીપુજક મનોજભાઇ, ઓલપાડના તલાટી જે.એમ.રાણા, એન.એસ.એસ.ના સુરવીરસિંહ ઠાકોરને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ વેળાએ સૌ કોઈએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા.