“વટવા ગ્રીનની ચૂંટણીમાં ન્યૂ પ્રગતિ પેનલ સંસ્થાના સર્વાંગી હિતમાં કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ” – યોગેશ પરીખ

વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી માટેનું મતદાન ચોથી સપ્ટેમ્બરના રોજ યોજાશે

અમદાવાદઃ વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો.ઓ. સોસાયટીની ચૂંટણીને લઇને હાલ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. વટવા જીઆઈડીસીની આ પ્રતિષ્ઠિત વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજવા જઇ રહી છે, ત્યારે સામાન્ય રીતે સમરસ રહેતી આ ચૂંટણીમાં આ વર્ષે બે પેનલો સામસામે લડી રહી હોવાથી હાલતો ચૂંટણીને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે.

ન્યુ પ્રગતિ અને યુનાઇટેડ વટવા બન્ને પેનલમાં વચ્ચે ચૂંટણીને લઇ બન્ને ગ્રુપના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પડઘમ વચ્ચે મંગળવારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ચૂંટણીમાં કુલ 47 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 10 ફોર્મ પરત ખેંચાતા હવે બન્ને પેનલમાંથી 36 અને એક અપક્ષ એમ કુલ 37 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

મેઘમણી ગ્રુપના આનંદ પટેલના નેતૃત્વ હેઠળ 18 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. મતદાન ચોથી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ અંગે ન્યૂ પ્રગતિ પેનલના ઉમેદવાર યોગેશ ડી. પરીખે વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણીને લઇને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ, “વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ કો.ઓ. સોસાયટી લિમિટેડમાં અમે શરૂઆતથી કામ કરી રહ્યાં છે. સંસ્થાના પાયાને મજબૂત કરવામાં અમારૂં યોગદાન રહેલું છે. સંસ્થાનું ઉત્થાન કરવું હોય અને ઉત્પાદન વધારવું હોય તો ન્યૂ પ્રગતિ પેનલ જે રીતે કામ કરી રહી છે, તેમાં વિશ્વાસ દાખવીને તેના ઉમેદવારોને મત આપી સંપૂર્ણ બહુમતીથી વિજયી બનાવવા જોઇએ, જેથી આ પેનલના હોદ્દેદારોનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ વધુ સક્રિયતાથી કામ કરી શકશે. ખાસ કરીને પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. જીપીસીબી અને પર્યાવરણ મંત્રાલયને લઇને જે પ્રશ્નો હશે તેનું સમાધાન લાવવા ન્યૂ પ્રગતિ પેનલ પ્રયત્નશીલ રેહશે. આ પેનલ વટવા ગ્રીન સોસાયટીના દરેક સભ્યોના હિતમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

ન્યૂ પ્રગતિ પેનલના ઉમેદવાર નિલેષ એસ. દામાણીએ વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણીને લઇને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું, “અમે, ન્યૂ પ્રગતિ પેનલના ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોની પ્રાથમિકતા માત્ર અને માત્ર વટવા ગ્રીન સોસાયટી તથા તેના તમામ સભ્યોના સર્વાંગી હિત અને કલ્યાણ માટેની રહેશે. ન્યૂ પ્રગતિ પેનલના તમામ હોદ્દેદારો પ્રતિબદ્ધ છે કે તેઓના પ્રાથમિકતા સોસાયટીના અધિકારો, સુવિધાઓ અને સોસાયટીના દરેક સભ્યના હિતનું રક્ષણ કરવાની અમારી મુખ્ય ફરજ રહેશે. અમે પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી સાથે કાર્ય કરતા રહીશું, જેથી દરેક સભ્યમાં વિશ્વાસ અને વિશ્વસનીયતા જળવાઈ રહે. સુરક્ષિત, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આદર્શ સંસ્થા તરીકે વટવા ગ્રીન સોસાયટીને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.

આ ઉપરાંત નિલેષ એસ. દામાણીએ વધુમાં જણાવ્યું, “અમે સમયાંતરે એકમોના પાણી તેમજ અન્ય ટ્રીટમેન્ટ માટે જરૂર જણાય ત્યારે આધુનિક ટેકનોલોજી સાથે નવીનીકરણના ઉદ્દેશો સાથે આગળ વધીશું. ચેરમેન તેમજ ઓફીસ બેરરના અથાગ પ્રયાસો થકી એફસીઆર ગ્રાન્ટ એપ્રૂવ થવી જેવા કાર્યો સહિત રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં જરૂર પડે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોની રજૂઆત કરતા રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. આ ઉપરાંત, હાઇકોર્ટમાં પ્રદૂષણને બાબત ચાલતી હોવાથી અટકી પડેલા 35 એમએલડીની રજૂઆત વારંવાર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સમક્ષ કરતા રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું.

મેઘમણી ડાઇઝના આનંદ પટેલના નેતૃત્વમાં વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી લડી રહેલા ન્યૂ પ્રગતિ પેનલના ઉમેદવારોની યાદી..

  • અમન જૈન – બેલેટ નં- 1
  • અમિત પટેલ – બેલેટ નં-2
  • આનંદ પટેલ – બેલેટ નં- 3
  • અનિલ ગુપ્તા – બેલેટ નં- 5
  • ભાવેશ પટેલ – બેલેટ નં- 8
  • ચંદ્રશેખર ત્રિવેદી – બેલેટ નં- 11
  • દિનેશચંદ્ર શાહ – બેલેટ નં- 13
  • જયેશ પટેલ – બેલેટ નં- 16
  • કમલેશ માધાણી – બેલેટ નં- 18
  • કરસનભાઈ પટેલ – બેલેટ નં- 19
  • કિશોર પટોલિયા – બેલેટ નં- 21
  • નરેશ કોઠારી – બેલેટ નં- 23
  • નિલેશ દામાણી – બેલેટ નં- 24
  • નિરવ દેસાઈ – બેલેટ નં- 25
  • રાકેશ પટેલ – બેલેટ નં- 29
  • તપન પંડ્યા – બેલેટ નં- 33
  • વિનય પટેલ – બેલેટ નં- 36
  • યોગેશ પરીખ – બેલેટ નં-37
પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news