નાસાએ ચંદ્ર માટે આર્ટેમિસ-૧ કર્યું લોન્ચ

અમેરીકી સ્પેસ સેન્ટર નાસા તેના ચંદ્ર મિશન માટે તૈયાર છે. નાસા મિશન મૂન માટે દોઢ મહિના પછી ફરી એકવાર તેનું આર્ટેમિસ-૧ રોકેટ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. તે તેના લોન્ચિંગ સમયથી લગભગ ૧૦ મિનિટ મોડું લોન્ચ કરવામાં આવ્યું હતું.

અગાઉ તેને ભારતીય સમય અનુસાર રાત્રે ૧૧.૩૪ કલાકે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાનું હતું. નાસાનો આ ત્રીજો પ્રયાસ છે, આ પહેલા ટેકનિકલ ખામીના કારણે આ રોકેટનું લોન્ચિંગ ૨ વખત રોકવું પડ્યું હતું.આ વખતે તેનું લોન્ચિંગ કરી દેવામાં આવ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું મુન મિશન ‘આર્ટેમિસ-૧’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સવારે ૧૨.૧૭ વાગ્યે ઉડાન ભરી છે. આ પહેલા ૨૯ ઓગસ્ટ અને ૩ સપ્ટેમ્બરે પણ લોન્ચિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

જો કે ટેક્નિકલ ખામીઓ અને ખરાબ હવામાનને કારણે તેને ટાળવું પડ્યું હતુ. નોંધનીય છે કે  સવારથી રોકેટમાં હાઈડ્રોજન લીક થઈ રહ્યું હતું, જેને વૈજ્ઞાનિકોએ સમયસર સુધારી લીધું હતું. આ પહેલા રવિવારની પ્રેસ બ્રીફિંગમાં આર્ટેમિસ મિશન મેનેજર માઇક સેરાફીને જણાવ્યું હતું કે ફ્લોરિડામાં હાલમાં આવેલા વાવાઝોડા નિકોલને કારણે અવકાશયાનને નુકસાન થયું હતુ. અવકાશયાનના એક ભાગને નુકસાન થતાં ઢીલો પડીને છૂટો પડી ગયો હતો.આ કારણે લિફ્ટ ઓફ દરમિયાન સમસ્યા આવી શકે છે. એટલા માટે અમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી હતી.