આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાની સંભાવના : હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસાને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસાને લઇને માહિતી આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તી અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી મધ્યમ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનુ પુરેપુરી સંભાવના છે, એટલુ જ નહીં સાથે સાથે સમયસર અથવા તો થોડું મોડું પણ શરૂ થઈ શકે છે. ખાસ વાત છે કે, આગામી ૪ જુનથી કેરળમાં ચોમાસુ બેસી જશે, જ્યારે ગુજરાતની વાત કરીએ તો આગામી ૧૯ જુન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.આગામી ચોમાસાને લઈને રાજ્ય સરકાર અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે. આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકાર સતેજ થઈ ગઈ છે.

ચોમાસામાં ઉદભવનારી પરિસ્થિતિને પહોંચીવળવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિ, પુર અને વાવાઝોડા જેવી સંભવિત પરિસ્થિતિ માટે પ્રશાસન સાથે બેઠક કરી છે. આ મામલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં NDRF, CRPF, કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. SDRF અને RAF સહિતના વિભાગના વડા પણ બેઠકમાં હાજર રહ્યા. ઉપરાંત હવામાન વિભાગના મનોરમા મોહંતી પણ બેઠકમાં હાજર રહ્યા. માર્ગ અને મકાન વિભાગ અને મહેસુલ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સાથે જ આ બેઠકમાં નેવી, આર્મી, એરફોર્સ, બીએસએફ અને ઇસરોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સી અને બચાવકાર્યમાં જોડતી એજન્સીઓ બેઠકમાં હાજર રહી હતી. ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં તીવ્ર સૂર્યપ્રકાશ સાથે, ગરમીનો પ્રકોપ યથાવત છે. જો કે બુધવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તે જ સમયે, દિલ્હીને અડીને આવેલા નોઈડામાં ધૂળની ડમરીઓ ઉડી હતી. હવે બુધવારે પણ રાજ્યમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગ  અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

IMD અનુસાર, આ અઠવાડિયે યુપીમાં તીવ્ર ગરમી પડશે. જોકે, પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. જેના કારણે તે વિસ્તારોને ગરમીથી રાહત મળશે. પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આકરી ગરમી પડશે. આકરી ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. જો વિભાગનું માનીએ તો, આગામી બે દિવસ પૂર્વાંચલના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેશે.