ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ૧૨૫ તાલુકામાં વરસાદ

ચોમાસાની સત્તાવાર શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૨૫ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં ૫.૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઘોઘામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. પાટણ અને વેરાવળમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં ૨ ઈંચ, સાયલામાં ૨ ઈંચ, ધોરાજીમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે.

અમરેલીમાં ૨ ઈંચ, બરવાળામાં ૨ ઈંચ, વેરાવળમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરમાં ૧.૫ ઈંચ, માંગરોળમાં ૧.૫ ઈંચ, વાપીમાં ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં ૧.૫ ઈંચ, કોડીનારમાં ૧.૫ ઈંચ, અંકલેશ્વરમાં ૧.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ૬૩.૬૨ ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ૩૬.૨૭ ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં ૧૮.૪૮ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૨.૧૬ ટકા વરસાદ પડયો છે. વાવણીલાયક વરસાદથી ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.