માઉન્ટ આબુ હિલ સ્ટેશનમાં માઇનસ ૧ ડિગ્રી !.. લોકોએ કહ્યું, “સવારે બરફ જામી જાય છે”

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને માઇન્સ ૧ પર પહોંચ્યો છે. સવારે ચારેબાજુ બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનો ચારેબાજુ બરફ જામી જાય છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. હાલ ત્યાં ન્યૂનતમ તાપમાન -૧ ડિગ્રી જેટલું નોંધાયું છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોરદાર ઠંડી પડી રહી છે. સતત શીત લહેરને લીધે પ્રવાસીઓને પણ આ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો સાંજના સમયે બોનફાયર પ્રગટાવીને ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ઓછાવત્તા અંશે આવી જ સ્થિતિ અહીં સવારના સમયે જોવા મળે છે.

સોમવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન -૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેના કારણે અહીં તીવ્ર ઠંડી અને તીવ્ર શીતલહેરનો માહોલ જોવા મળ્યો હતો. સવારે ઝાકળ થીજી જવાને કારણે ઘાસના મેદાનોમાં પણ બરફની સફેદ ચાદર જોવા મળી. તો ખેતરોની બહાર ઉભેલા વાહનોના કાચ અને  છત પર બરફના થર જામી ગયા હોવાનું સામે આવી. નાતાલના વેકેશનને કારણે મોટી સંખ્યામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી પ્રવાસીઓ આવ્યા હતા. જેને લઈને અહીં માર્કેટમાં પણ ઘણી હલચલ જોવા મળી હતી.