પર્યાવરણ ટુડે બ્રેક્રિંગઃ જીપીસીબીના સભ્ય સચિવને તાત્કાલિક અસરથી દૂર કરાયા; નવા સભ્ય સચિવ તરીકે ડી. એમ ઠાકરની નિમણૂંક

સભ્ય સચિવ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભરતી નિયમોની જોગવાઇ અનુસાર સરકારશ્રીને મળેલી સત્તાની રૂએ હાલના સભ્ય સચિવને તાત્કાલિક અસરથી જીપીસીબીના હોદ્દા પરથી દૂર કરાયા છે અને તેઓને પોરબંદર આર.ઓ. સ્ટાફના સીનિયર પર્યાવરણ ઇજનેર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ પદે દેવાંગ મહિપતલાલ ઠાકરની વરણી કરવામાં આવી છે, જ્યારે એ.વી. શાહની સિનીયર પર્યાવરણ ઇજનેર તરીકે બોર્ડની પ્રાદેશિક કચેરી, પોરબંદર ખાતે (R.O. Staff) તરીકે નિમણુક કરવામા આવી છે. ડી. એમ. ઠાકરને હાલની તેઓની પર્યાવરણ ઇજનેરની ફરજો ઉપરાંત સભ્ય સચિવ પદનો વધારાનો હવાલો સોંપવામા આવ્યો છે.