વટવા જીઆઈડીસી ફેઝ-૧માં શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના
અમદાવાદ: શહેરમાં આવેલ વટવા જીઆઈડીસી ફેઝ-૧માં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. વટવા જીઆઈડીસી ફેઝ-1માં શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ તેલ ફેક્ટરીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી રહી છે.
આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર,શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા અને ઓલવવાના પ્રયાસોમાં રોકાયેલા છે, જેથી તેને નજીકના ઔદ્યોગિક એકમોમાં ફેલાતી અટકાવી શકાય. આગ ફેક્ટરીના સ્ટોરેજ સેક્શનમાં લાગી હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યાર સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. ફેક્ટરીના કામદારો અને નજીકના દુકાન માલિકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતાં.










