દહેગામના સોની બજારમાં ઉભરાતી ગટરથી પરેશાની સ્થાનિકો ખુબ પરેશાન

દહેગામ શહેરના જુના બજારથી શરૂ થતા સોની બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાતા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે જેના કારણે લોકોને ગંદા પાણીમાંથી અવર જવર કરવાની ફરજ પડી રહી છે.આ સમસ્યાનો પાલિકાના તંત્ર દ્વારા ઉકેલ નહી લવાતા લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. દહેગામ શહેરના જુના બજારમાંથી શરૂ થતા સોની બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાવવાના કારણે ગટરના ગંદાપાણી મુખ્ય રસ્તા પર ફરી વળે છે.જેના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડે છે. ગંદાપાણી રોડ પર ફરી વળતા દુકાનદારો પણ ત્રસ્ત થઈ ચૂક્યા છે.બીજી તરફ સોની બજાર પાસેજ કન્યા શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીનીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ઉપરાંત જુના બજારમાં ગોપાલ લાલજી મંદિર આવેલું હોવાથી સવારના સમયે દર્શનાર્થે આવનારા દર્શનાર્થીઓને પણ ગંદાપાણીમાં થઈ મંદિરમાં જવું પડતું હોવાથી ગટરના ઉકેલ પ્રત્યે તંત્ર ઉદાસીન હોવાના કારણે પાલિકાના તંત્ર સામે પણ નારાજગી પ્રવર્તી રહી છે.