અંકલેશ્વરમાં જે.પી. ઈન્ડસ્ટ્રીઝ અને બાકરોલ બ્રીજ નીચે હોટલમાં આગ લાગી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલી જે.પી.ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી સત્તાધીશોએ આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. આગની ગંભીરતા દાખવી ડી.પી.એમ.સીના ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી, આગ લાગવાના કારણે ઓફિસમાં રહેલ લેપટોપ, પ્રિન્ટર, કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ લાકડાનું ફર્નિચર બળીને ખાખ થઇ ગયાં હતાં. આગનો બીજો બનાવ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ નીચે ગુરૂકૃપા શુદ્ધ કાઠિયાવાડી હોટલમાં બન્યો હતો. આ હોટલના સંચાલક જે.બી ડોબરિયા હોટલ બંધ કરી સુઈ ગયા હતા. તે દરમિયાન અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી.

આગને પગલે હોટલના સંચાલક સમય સુચકતા વાપરી હોટલની બહાર નીકળી ગયા હતા અને ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહિ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટના બાજુની દુકાનમાં શોર્ટ સર્કીટને પગલે બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news