ભારતીય વિદેશ મંત્રી યુક્રેન સંકટ પર દુનિયાને ભારતના મનની વાત જણાવી

ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર આખી દુનિયાની નજર છે. બીજી તરફ આ મુદ્દાને લઈને ભારતના વલણને લઈને સતત સવાલ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેન સંકટ પર દુનિયાને ભારતના મનની વાત જણાવી છે. તેમણે ન્યૂઝીલેન્ડમાં કહ્યું કે યુક્રેન સંકટના સંમાધાન માટે ભારત તમામ શક્ય સુવિધાઓ આપવા તૈયાર છે. જયશંકરે જણાવ્યું કે જ્યારે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે સંવેદનશીલ ઝાપોરિઝિયામાં લડાઈ વધી ગઈ ત્યારે ભારતે મોસ્કો પર ત્યાં આવેલા પરમામુ પ્લાન્ટની સુરક્ષા નક્કી કરવા માટે દબાવ બનાવ્યો હતો.

વિદેશમંત્રી તરીકે જયશંકર પ્રથમવાર ન્યૂઝીલેન્ડની યાત્રા પર છે. તેમણે ઓકલેન્ડ બિઝનેસ ચેમ્બરના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) સિમોન બ્રિજેસ સાથે લાંબી વાતચીત કરી. જયશંકરે કહ્યુ કે જ્યારે યુક્રેનનો મુદ્દો આવે છે તો સ્વાભાવિક છે કે અલગ-અલગ દેશ અને ક્ષેત્ર થોડી અલગ રીતે પ્રતિક્રિયા આપશે. વિદેશ મંત્રીએ કહ્યું કે લોક તેને પોતાના દ્રષ્ટિકોણ, તાત્કાલિક હિત, ઐતિહાસિક અનુભવ અને પોતાની અસુરક્ષાના સંદર્ભમાં જુએ છે. તેમણે કહ્યું કે મારા માટે વિશ્વની વિવિધતા પ્રત્યક્ષ રીતે છે અને સ્વાભાવિક છે કે તેનાથી અલગ-અલગ પ્રતિક્રિયા પણ આવશે. હું અન્ય દેશોની સ્થિતિનો અનાદર કરીશ નહીં કારણ કે તેમાંના ઘણાની પ્રતિક્રિયા તેમની જોખમની ભાવના, તેમની ચિંતા અને યુક્રેન સાથેની સરખામણી પર આધારિત છે.

જયશંકરે કહ્યુ કે આ સ્થિતિમાં તે જોઈ રહ્યાં છે કે ભારત શું કરી શકે છે, જે ચોક્કસ પણે ભારતના હિતમાં હશે, પરંતુ સાથે વિશ્વના હિતમાં પણ હશે. તેમણે કહ્યું કે જ્યારે હું સંયુક્ત રાષ્ટ્રમાં હતો તો સૌથી મોટી ચિંતા ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટને લઈને હતી કારણ કે તેની નજીક લડાઈ ચાલી રહી હતી. અમને રશિયા પર આ મુદ્દે દબાવ બનાવવાની વિનંતી કરવામાં આવી, જે અમે કહ્યું હતું. અલગ-અલગ સમય પર અલગ-અલગ ચિંતાઓ પણ છે, જેને અમારી સમક્ષ વિવિધ દેશો કે સંયુક્ત રાષ્ટ્રએ ઉઠાવી. હું માનુ છું કે આ તે સમય છે જ્યારે અમે જે કરીએ તે કરવા ઈચ્છુક છીએ.

Zaporizhzhya  ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દક્ષિણપૂર્વ યુક્રેનમાં સ્થિત છે અને યુરોપનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ છે. પુતિન-મોદી મુલાકાતનો હવાલા નો જવાબમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર કહ્યું  કે ૧૬ સપ્ટેમ્બરે અસ્તાનામાં આયોજીત શંઘાઈ સહયોગ સંગઠન સંમેલનથી અલગ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાતનો સંદર્ભ આપતા કહ્યુ કે જો અમે અમારૂ વલણ નક્કી કરીએ છીએ અને પોતાના વિચારો રાખીએ છીએ, તો હું નથી માનતો કે દેશ તેનો અનાદાર કરશે, અને તે અમારા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પુતિનની બેઠકમાં પણ જોવા મળ્યું. ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યની દાવેદારી પર કહી આ વાત કે તેમણે ભારતની સંયુક્ત સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવાની આકાંક્ષા પરપણ વાત કરી.

જયશંકરે કહ્યુ કે મોટી સમસ્યાઓનું સમાધાન માત્ર એક, બે કે ત્યાં સુધી કે પાંચ દેશ પણ ન કરી શકે. તેમણે કહ્યું કે જ્યારે આપણે સુધારા જોઈએ, તો અમારૂ વલણ સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવામાં છે. આ ઈચ્છા એટલા માટે પણ છે કારણ કે અમે અલગ પ્રકારથી વિચારીએ છીએ અને અમે ઘણા દેશોના હિતો અને મહત્વકાંક્ષાને અવાજ આપીએ છીએ. તેમણે ભેદભાવપૂર્ણ નીતિઓને અન્ડરસ્કોર કરવા માટે આબોહવા પરિવર્તન અને કોવિડ રોગચાળાનો ઉલ્લેખ કર્યો હતો.