સુરતમાં કોંગ્રેસે તાપીની ગંદકી ઉજાગર કરી કાર્યક્રમો કર્યા
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શાસનમાં પણ કરોડો રૂપિયા તાપી નદીના સ્વચ્છતા માટે ખર્ચવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધિકરણ થયું નથી. આજે પણ ઘણા આઉટલેટમાથી સીધું પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે. તેમ જ ઘણી જગ્યાએ તો મીલોનું કેમિકલયુક્ત પાણી પણ અંદર ઠાલવવામાં આવતો હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા આ તમામ ગંદકીના વિસ્તારો લોકો સમક્ષ આપવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું કે,કોંગ્રેસ દ્વારા તાપી નદીની વાસ્તવિકતાને છતી કરવા માટે પ્રયાસ કરાયો છે. સુરતીઓને અને રાજ્યના લોકોને તાપી નદીની દશા કેવી છે. તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના શાસકો માત્ર ઉત્સવોની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સારા સારા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે. પરંતુ સાચી હકીકત અને વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. માત્ર તાપી નદી નહીં. પરંતુ ખાડી વિસ્તારની આસપાસના લોકો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડીઓ સાફ કરવામાં પણ ભાજપના શાસકો સદંતર નિષ્ફળ રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા નદીઓના કિનારે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યાં છે. સુરતમાં પણ તાપી નદીના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપની ઉજવણી સામે સુરતમાં કોંગ્રેસ દ્વારા સાચી સ્થિતિ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ખાડી કિનારે રામધુન સહિતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. તાપી નદીના કિનારે સર્જાયેલા ગંદકીના સામ્રાજ્યને પણ લોકો સામે લાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.