ગાંધીનગરના સેક્ટર-૨૫માં ગંદકીનું સામ્રાજ્ય ગટરના પાણી ફરી વળ્યા
લોકો આડેધડ કામગીરીર કરે છે જેને લીધે સ્થાનિક લોકો પરેશાન થાય છે એ પછી સરકાર હોય કોન્ટ્રાક્ટર હોય કે સ્થાનિક કામગીરી કરનાર પોતાના મકાન, બિલ્ડીંગ અને કારખાના ફેક્ટરીને ઉભી કરવા સ સમારકામ કરતા હોય ત્યારે અન્ય લોકોનું નુકશાન થાય છે તે જોતા જ નથી જેના કારણે સામાન્ય પ્રજા હેરાન થાય છે તેવી જ સ્થિતિ ગાંધીનગરના સેક્ટર-૨૫ના સ્વામી વિવેકાનંદનગર ખાતે ઉભરાતી ગટરથી આ વિસ્તારના અનેક રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે. જેને પગલે પાણી આગળ વધતુ નથી અને ગટરો ઉભરાઈ રહી છે. અહીં એક ફેક્ટરીના બાંધકામ દરમિયાન જેસીબીથી માટી ખસેડતા સમયે ગટરનું મેઈન હોલમાં ભંગાણ થયું હતું. જેને પગલે અંદર માટી ભરાતા ગટરનું પાણી ચોકઅપ થઈ ગયું છે. હવે તંત્ર દ્વારા ફેક્ટરીવાળા લોકોને થયેલ ડેમેજનું સમારકામ કરવા જણાવાયું છે.
શહેરમાં સેક્ટર-૨૫ જીઆઈડીસી ખાતે આવેલા વિવેકાનંદનગરમાં ઉભરાતી ગટરથી હાલ નર્કાગાર જેવી સ્થિતિ થઈ ગઈ છે. રોગચાળા જેવી સ્થિતિ વચ્ચે ગટરના ભરાઈ રહેતાં પાણી અને અસહ્ય દુર્ગધથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભિતી સ્થાનિકોને છે. આ અંગે તંત્રને રજૂઆત કરાતાં પાટનગર યોજના વિભાગે તપાસ કરતાં રહેણાંકના આગળના વિસ્તારમાં ગટરના મેઈનહોલમાં ભંગાણ થયેલું છે.