ક્લાઈમેટ ચેન્જ રોકવામા નિષ્ફળ રહીશું તો તેના પરિણામો કેવા દુષ્કળ …..?

ગ્લોબલ વોર્મિંગ બાબતે વિશ્વના દેશોને ચેતવણી મળી ચૂકી છે છતા વિકાસની આંધળી દોડમાં દોડતા દેશો ગ્લોબલ વોર્મિંગને કારણે આવનાર ગંભીર પરિણામોને રોકવા પ્રયાસો કરશે કે કેમ તે મોટો સવાલ છે…..? કારણ વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ બાબતે વૈજ્ઞાનિકો ચેતવણી આપતા આવ્યા છે અને વિશ્વના દેશો વૈજ્ઞાનિકોની ચેતવણીને મહત્વ આપતા હોય તેમ દેખાડો કરવા યુનો ખાતે વિશ્વના દેશોની બેઠકો યોજાતી રહે છે. અને ક્લાઈમેટ ચેન્જ રોકવા માટેના પગલા લેવાની મોટી મોટી વાતો કરી ખાધું પીધું અને વિખરાઈ જાય છે…! તે સાથે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા જે-તે દેશો પોતાના દેશમાં પગલાં નથી ભરતા અને પાછા વિકાસના નામે જળ-વાયુ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન આપતા રહ્યા છે.

હવે એવી સ્થિતિ ઉદભવવા જઇ રહી છે કે માત્ર બે ડિગ્રી તાપમાન વધશે તો વિશ્વના અનેક દરિયા કિનારા વિસ્તારોને દરિયો ગરક કરી જશે. કેટલાક નાના મોટા શહેરોનું નામોનિશાન કદાચ નહીં રહે તેમજ માનવજાતની ગરમી સહન કરવાની ક્ષમતા ઘટી જતા તેનાં દુષ્પરિણામો આવવાની શક્યતા સવિશેષ છે. વિશ્વના દેશોને ક્લાઈમેન્ટ ચેન્જથી ખરબો ખરબો ડોલરનું નુકસાન થઈ ચૂક્યું છે. જેને અટકાવવા યુનો ખાતે બેઠકો મળે છે. પરંતુ પગલા લેવામાં મોટાભાગના દેશો આગળ વધતા જ નથી… પરિણામે વિશ્વભરનો મોટામાં મોટો બર્ફીલો વિસ્તાર આર્ટેન્ટાઈકાના બરફ ઓગળવાની શરૂઆત પછી તેમાં ગતિ વધી છે અને આવનાર સમયમાં કેટલાક દ્વિપો કે દ્વિપકલ્પો સમુદ્રમાં ગરકાવ થઇ જશે તે નિશ્ચિત છે…..! જર્મનની પર્યાવરણીય સંસ્થા જર્મન વોચ દ્વારા થોડા સમય પહેલા જાહેર કરેલા અહેવાલમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જથી વિશ્વને ૨૦ વર્ષમાં ૨.૫૬ ટ્રીલિયન ડોલરનું નુકસાન થયું, ઘાતક હવામાનને કારણે ૪.૭૫ લાખના મૃત્યુ થયા છે. વિશ્વના દેશો આ બાબતે સારી રીતે જાણે છે છતાં ક્લાઇમેંટ ચેંજ અટકાવવા જોઈતા જરૂરી પગલાં લેતાં જ નથી…..!

વિશ્વભરમા ૨૫ ટકા જમીન છે અને ૭૫ ટકા પાણી છે. જે બાબતને સમજવાની જરૂર છે. આટલાંટિકાનો બરફ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ અનેક નાના મોટા દેશો પાણીમાં ગરકાવ થઇ જશે. વિશ્વના દેશો ક્લાઈમેટ ચેન્જની વાતો કરી બધું ભૂલી જવામાં આવળ છે જે સત્ય હકીકત છે…..! જો કે વાયુ તથા જળ પ્રદૂષણ ઓકતા કે પેદા કરતા એકમો સંસ્થાનોને આયોજન સાથે આકરા ઠોસ પગલા લેવા જરૂરી છે.જો પ્રદૂષણ રોકવા ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો તેના એવા દુષ્કર પરિણામો આવશે કે તેની કલ્પના કરતા રૂંવાડા ખડા કરી દે છે. તકલીફ એ છે કે ક્લાઈમેન્ટ ચેન્જ રોકવા વધુ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે પરંતુ થાય તેનુ ઉલટું…. દરેક દેશો દર?વર્સે સરેરાશ ૧૫ કરોડ વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે. તો સરકાર અને માનવ જાત પાછું વળીને જોતા નથી.જે તે દેશની સરકારો વિકાસના નામે જળ- વાયુ પ્રદૂષણ ઓકતા ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાના બહાને જંગલો વૃક્ષોનો સફાયો કરતા આગળ વધી રહ્યા છે.

અને તેનું કારણ છે દરેક દેશોને ભૌતિક વિકાસનુ વળગણ…. તેમાં પણ એક બીજા દેશો વચ્ચે સ્પર્ધા અને તેમાં પણ માનવજાત પશુ-પક્ષીઓ, (જીવ-જંતુઓ જે વાતાવરણ માટે ઉપયોગી છે) વગેરેને ઓક્સિજન આપતા વૃક્ષોનુ નિકંદન કાઢી તેના સ્થાને આડેધડ  સિમેન્ટ,કોંક્રેટના જંગલની વણજારો ઊભી કરવા લાગ્યા છે. જેના કારણે ફળદ્રુપ જમીનનો પણ ખાતમો બોલાઈ રહ્યો છે. અને તે કારણે માનવજાત માટેના કૃષિ ઉત્પાદનોની જરૂરતો પુરી નહીં થઈ શકે, રોગચાળો  વિવિધ રૂપે પેદા થશે. જે માનવજાત સહિતના મોટા માં મોટું નુકસાન કરશે…આ તમામ વિગતો વિશ્વની વિવિધ માન્ય સંસ્થાઓ, તજજ્ઞો દ્વારા પ્રસિધ્ધ થયેલ અહેવાલો પરથી ફલીત થાય છે……!