નર્મદામાં વનરાજી વચ્ચે હોમ સ્ટે પ્રોજકેટ

સરકાર દ્વારા પ્રવાસીઓને નર્મદા જિલ્લાની સંકૃતિ આદિવાસી વિસ્તાર નું ટ્રાઇબલ ફૂડ અને કુદરતી વાતાવરણ મળે એટલે હોમ સ્ટે પ્રોજેક્ટ અમલ માં મૂકી જે આ હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ જોડાય એટલે તેમને સલાહ અને જરૂરી મદદ સરકારે નક્કી કરેલી એજન્સીઓ દ્વારા આપવામાં આવતી હતી. પરંતુ પોતાની રીતે પોતાની યથા શક્તિ પ્રમાણે સાકવા અને ભીલવાસી ગામની વચ્ચે પોતાની જમીનમાં જ એક રિસોર્ટ ટાઈપ હોમ સ્ટેનું નિર્માણ એક આદિવાસી શિક્ષિત યુવાને કર્યું.

આજે નર્મદા જિલ્લામાં સૌથી આકર્ષણ રૂપ બની ગયું છે. એક લાખ વૃક્ષો વાવી જેની વચ્ચે વિવિધ ડિઝાઇનના રૂમો બનાવી એક શુંદર લૂક આપ્યું દેશી વિદેશી પક્ષીઓ આવતા ગયા અને અહીંયા હજારો પશુપક્ષીઓ થઇ ગયા. સાથે નર્મદા જિલ્લાનું દેશી ઓર્ગેનિક ફૂડ શુદ્ધ શાકાહારી ભોજન સાથે લોકોની પસંદગીનું ઉત્તમ સ્થળ બનતું ગયું અને હવે તેના સુંદર લૂક અને વિવિધ લોકેશન ને લઈને મેરેજ ડેસ્ટિનેશન, પ્રિ વેડિંગ સુટીંગ અને બર્થડે સેલિબ્રેશન માટેનું આકર્ષણ ખુબ વધ્યું છે. આજે એક આદિવાસી સ્થાનિક શિક્ષિત યુવાન પોતાની જમીનમાં હોમ સ્ટે બનાવી એક સારી આવક મેળવતા થયા છે.

આ બાબતે “વન વગડો” હોમ સ્ટેના મુખ્ય નિર્માતા ઉત્પલભાઈ પટવારી એ ગરુડેશ્વર તાલુકાના સકવા ગામમાં ખુબજ અંતરિયાળ જમીન નો એવો ઉપયોગ કર્યો અને છેલ્લા પાંચ વર્ષથી ધીરે ધીરે સતત આ પ્રોજેક્ટ પર ધ્યાન આપી એક રિસોર્ટ ટાઈપ લૂક બનાવ્યું કે આજે એક ફાઈવ સ્ટાર હોટેલ ને પાછળ પાડી દે છે. અહીંની સૌથી સારી ખાસિયત કુદરતી સૌંદર્ય અને દેશી ફૂડ સાથે હોમસ્ટેની આજુબાજુમાં જ ઉગાડવામાં આવે છે. જેમાંથી તાજું ફૂડ તૈયાર કરવામાં આવે છે.અમારા વિસ્તારમાં ૧ લાખથી વધુ વૃક્ષો છે. હજારો પશુ પક્ષીઓ તેમાં વસવાટ કરે છે.

કુદરતી વાતાવર વચ્ચે પ્રવાસીઓને પ્રકૃતિનો આનંદ મળે છે. પ્રવાસીઓની માંગ પ્રમાણે ફેરફાર પણ કરી રહ્યા છે. દેશી ઓર્ગેનિક ફૂડ સાથે મેરેજ ડેસ્ટિનેશન, પ્રિ વેડિંગ સુટીંગ અને બર્થડે સેલિબ્રેશન માટે સૌથી વધુ લોકો અહીંયા આવે છે અને ખુશ થઇને જાય છે.