ધોધમાર વરસાદથી પહાડી વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત

પહાડી વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. અહીં કારેરી લેક વિસ્તારથી ગઈકાલે અનેક મૃતદેહો મળી આવ્યા. આમાં પંજાબના સૂફી સિંગર મનમીત સિંહનો મૃતદેહ પણ સામેલ છે. જાણકારી પ્રમાણે મંગળવારના રેસ્ક્યૂ ટીમને અહીંથી કુલ ૬ મૃતદેહો મળ્યા, જેમાં એક મહિલા અને એક બાળકનો મૃતદેહ પણ સામેલ છે.

કારેરી ગામની પાસે જ રેસ્ક્યૂ ટીમને પંજાબી સૂફી સિંગર મનમીત સિંહનો મૃતદેહ મળ્યો છે, જ્યારે જે અન્ય લોકો આ દરમિયાન ગુમ થયા હતા તેમને પણ હવે મૃત માનવામાં આવી રહ્યા છે. પંજાબના અમૃતસર જિલ્લાના રહેવાસી મનમીત સિંહ પોતાના ભાઈ સહિત કુલ ૫ લોકોની સાથે ધર્મશાળા ઘૂમવા માટે આવ્યા હતા. રવિવારના તેઓ કારેરી સરોવર ફરવા માટે ગયા હતા, પરંતુ ત્યારે હિમાચલ પ્રદેશમાં જાેરદાર વરસાદ શરૂ થઈ ગયો તેવામાં તેમણે ત્યાં રોકાવું પડ્યું.

માનવામાં આવી રહ્યું છે કે સોમવારના તેજ વરસાદમાં મનમીત સિંહ અને તેમના સાથી તણાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મનમીત સિંહ અને તેમના સાથે સોમવારના ગુમ થયા હતા, જ્યારે મંગળવારના તેમના મૃતદેહો મળ્યા છે. આ ઉપરાંત એક ૧૯ વર્ષની છોકરી જે નજીકના વિસ્તારથી ગુમ થઈ હતી તેનો મૃતદેહ પણ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદના કારણે અત્યારે સ્થિતિ ખરાબ છે.

ઉત્તરાખંડ હોય કે પછી હિમાચલ પ્રદેશ દરેક જગ્યાએ વરસાદના કારણે જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. કાંગડાની પાસે વરસાદના ભૂસ્ખલન થયું અને રસ્તાઓ બ્લોક થઈ ગયા, જેના કારણે અનેક લોકો ત્યાં ફસાઈ ગયા છે. વરસાદના કારણે અહીં ફસાયેલા મોટાભાગના ટૂરિસ્ટ અને ટ્રકવાળા છે, જેમનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી અહીં ફસાયા છે.