આકળી ગરમી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ગગડ્યો
ભારતીય હવામાન વિભાગ ના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાનમાં ફેરફાર પશ્ચિમી વિક્ષેપને કારણે થયો હતો. આગાહી મુજબ “આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, ત્યારપછીના ત્રણ દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી,” હવામાન વિભાગની આગાહીમાં અનુસાર,આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ અને ભાવનગરના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં સરેરાશ ૪૧ ડિગ્રી સેલ્સિયસના મહત્તમ તાપમાનના ૨૫ દિવસ પછી, બુધવારે શહેરમાં ૩૯.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ લઘુત્તમ તાપમાન ૨.૮ ડિગ્રી જેટલું વધ્યું હતું, જેથી તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદના શહેરીજનોએ મોડી સાંજના કલાકોમાં તોફાની પવનનો પણ અનુભવ કર્યો હતો, કારણ કે વાદળછાયા આકાશને કારણે ગરમીમાંથી થોડી રાહત મળી હતી.