ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા કલેક્ટરના ઘરે હલ્લાબોલ

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારના સત્યનારાયણ સોસાયટી – ૨માં ૩૫ જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માગ કરી હતી. કલેક્ટરે તેઓની મૌખિક રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરશે તેવી ખાત્રી આપી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાણી નિકાલનો પ્રશ્ન રહે છે. અત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે વહેલી તકે અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

રજાના દિવસે એટલે કે પણ બીએમસી કામ કરી રહ્યું છે જે સારી વાત છે પણ અમારા ઘરને અડીને બાજુથી ૪ ફુટ ખોદે તો અમારે ઘરની બહાર કેવી રીતે નીકળવું, કોઈ ઈમરજન્સી આવે તો કેવી રીતે અમારા વિસ્તારમાં વાહન નથી આવી શકતા. જેવી સમસ્યાને લઈ કલેક્ટરના નિવાસ્થાને રજૂઆત કરવા અમે દોડી આવ્યાં હતા.ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી-૨ના નીચાણવાળા વિસ્તારમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જાય છે. ત્યારે આ વખતે પણ આવેલા વરસાદમાં આ વિસ્તારમાં ૩૫ જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ રજાનો દિવસ હોવા છતાં સ્થાનિકો કલેક્ટરને આ અંગે મૌખિક રજૂઆત કરવા પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરે અને ભાવનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશ્નરે રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરાશે તેવી ખાત્રી આપી હતી.